કોરોનાવાઈરસ:દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

હૈદરાબાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા 10 હજાર આરોગ્યકર્મી સંક્રમિત થઈ ચૂક્યા છે. એકલા તેલંગાણામાં જ ડૉક્ટરો-નર્સો સહિત અત્યાર સુધી 153 લોકો સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે.

તેલંગાણા આરોગ્ય વિભાગના અધિકારીઓએ આઈસીએમઆરના આકલનનો હવાલો આપીને જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી ઓછામાં ઓછા દસ હજાર સ્વાસ્થકર્મીઓ કોરોનાથી સંક્રમિત છે. આ સંક્રમિતોમાં કોઈની તબિયત નાજુક નથી.  દેશમાં અનેક સ્થળે આરોગ્યકર્મીઓએ પીપીઈ કિટના અભાવ અને તેની ગુણવત્તાને લઈને વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...