• Gujarati News
  • National
  • 11 States Make Vaccines Free For People Of All Ages, Vaccinating 70% Of Population To Prevent Third Wave

વેક્સિનેશન પ્રોગ્રમનો 100મો દિવસ:11 રાજ્યોએ દરેક ઉંમરના લોકો માટે વેક્સિનેશન ફ્રી કર્યું, ત્રીજી લહેર રોકવા માટે 70% વસ્તીનું રસીકરણ જરૂરી

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • 16 જાન્યુઆરીથી 24 એપ્રિલ એટલે કે 99 દિવસમાં 14 કરોડ 8 લાખ 2 હજારથી વધુ એટલે કે દેશની 10 ટકા વસ્તીને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે

દેશમાં કોરોનાની સામે ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામનો આજે 100મો દિવસ છે. 16 જાન્યુઆરીથી 24 એપ્રિલ એટલે કે 99 દિવસમાં 14 કરોડ 8 લાખ 2 હજારથી વધુ એટલે કે દેશની 10 ટકા વસ્તીને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાં 11 કરોડ 85 લાખ લોકો એવા છે, જેમને એક ડોઝ જ આપવામાં આવ્યો છે. 2 કરોડ 22 લાખ લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી અને પછી આગળ કોઈ લહેર ન આવે, તેના માટે દેશની 70 ટકા વસ્તીને વેક્સિન આપવી જરૂરી છે.

એક મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે વેક્સિન
અત્યાર સુધી હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને મફતમાં વેક્સિન અપાઈ રહી છે. એક મેથી કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની મંજૂરી આપી છે.

જોકે આ વખતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 18થી 45 વર્ષની વચ્ચેના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન લગાવવામાં આવે અથવા તો પછી રાજ્ય સરકાર દ્વારા કરાતી વ્યવસ્થા અંતર્ગત વેક્સિનેશન કરાવવામાં આવે. એટલે કે આ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી ફ્રી વેક્સિન આપવામાં આવશે નહિ.

45 વર્ષથી વધુની ઉંમરના લોકોને પહેલાની જેમ જ ફ્રીમાં વેક્સિન આપવાનું ચાલુ રહેશે. એવામાં 11 રાજ્યોએ દરેક ઉંમરના લોકોને ફ્રીમાંમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી દીધી છે.

ફોટો કોલકાતાનો છે. અહીં વેક્સિનેશનની તૈયારી કરતા સ્વાસ્થ્ય કર્મચારી. બંગાળમાં BJPએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં સરકાર બની તો બધાને ફ્રીમાં વેક્સિન અપાશે.
ફોટો કોલકાતાનો છે. અહીં વેક્સિનેશનની તૈયારી કરતા સ્વાસ્થ્ય કર્મચારી. બંગાળમાં BJPએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં સરકાર બની તો બધાને ફ્રીમાં વેક્સિન અપાશે.

1. ઉતરપ્રદેશ
રાજ્યમાં યોગી આદિત્ય નાથની સરકારે 1મેથી 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરન લોકોને કોવિડની રસી ફ્રીમાં મુકવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. 22 કરોડની વસ્તીવાળા આ રાજ્યમાં અત્યાર સુધીમાં 1.2 કરોડ લોકોને જ વેક્સિન લગાવવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં 10 લાખ 51 હજાર 314 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 7 લાખ 52 હજાર 211 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 હજાર 959 દર્દીઓના મૃત્યુ થયા છે. એટલે કે 18થી 44 વર્ષની ઉંમરના લોકોને રાજ્ય સરકારો અને 45થી વધુ ઉંમર ધરાવતા લોકોને કેન્દ્ર સરકારો ફ્રીમાં રસી આપશે.

2. મધ્યપ્રદેશ
રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણે 18થી વધુની ઉંમરના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વેક્સિનેશનનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 85 હજાર 703 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 3 લાખ 91 હજાર 299 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5041નું મૃત્યુ થયું છે. 89 હજાર 363 દર્દી ની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 79 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

3. બિહાર
અહી વેક્સિન પ્રોગ્રામ પહેલેથી જ ફ્રીમાં ચાલી રહ્યો છે. પછીથી તે પ્રાઈવેટ હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ. ફ્રી વેક્સિનેશનની જાહેરાત બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. જ્યારે નીતીશ મુખ્યમંત્રી બન્યા તો કેબિનેટની પ્રથમ બેઠકમાં જ તેમણે ફ્રીમાં રસી આપવા પર મુહર લગાવી હતી. તે પછીથી રાજ્યમાં તમામને ફ્રીમાં રસી અપાઈ રહી છે. હવે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે.

4. દિલ્હી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજ્યના તમામ 2 કરોડ લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. દિલ્હી એ રાજ્યોમાંથી એક છે, જ્યાં સંક્રમણન સૌથી વધુ મામલ છે. અત્યાર સુધીમાં અહીં 10 લાખ 4 હજાર 782 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 8 લાખ 97 હજાર 804 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 13 હજાર 898 દર્દીઓના મોત થયા છે. 93 હજાર 80 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29.6 લાખ લોકોને વેક્સિન લાગી ચૂકી છે.

5. છત્તીસગઢ
કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં ફ્રી વેક્સિનેશનની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે રાજ્યમાં સંક્રમણ રોકવા માટે શકય તેટલી તમામ કોશિશ કરવામાં આવશે. તેના ભાગરૂપે 18 વર્ષથી વધુ ઉંમરના યુવાઓને ફ્રીમાં વેક્સિન લગાવવામાં આવશે. અહીં અત્યાર સુધીમાં 6 લાખ 39 હજાર 696 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 9 હજાર 622 લોકો સંક્રમિત થયા છે. જયારે 7111 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 1 લાખ 22 હજાર 963 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 53.2 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

6. પંજાબ
કોંગ્રેસ શાસિત બીજુ રાજ્ય છે. જ્યાં દરેક ઉંમરના લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે રાજ્યમાં વેક્સિનેશન પ્રોગ્રામ ખૂબ જ ઝડપથી થશે. 3 કરોડની વસ્તીવાળા આ રાજ્યમાં અત્યાર સુધીમાં 29.3 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં 3 લાખ 32 હજાર 110 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 2 લાખ 77 હજાર 189 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8356 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 46 હજાર 565 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

7. કેરળ
કેરળ દેશનું બીજુ સૌથી સંક્રમિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 13 લાખ 77 હજાર 187 લોકો સંક્રમિત થયા છે. તેમાં 11 લાખ 73 હજાર 202 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5081 દર્દીઓના મૃત્યુ થયા છે. 1 લાખ 98 હજાર 572 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. 3.5 કરોડની વસ્તીવાળા આ રાજ્યમાં 68.7 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

8. આસામ
BJP શાસિત આ રાજ્યમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી થઈ છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 35 હજાર 689 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 18 હજાર 958 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1186 દર્દીઓના મૃત્યુ થયા છે. 14198 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. અહીં અત્યાર સુધીમાં 20.1 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

9. ઝારખંડ
રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખ 95 હજાર 844 લોકો સંક્રમિત થયા છે. તેમાં 1 લાખ 48 હજાર 364 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1888 દર્દીઓન મૃત્યુ થઈ ચૂક્યા છે. 45 હજાર 592 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. 3.7 કરોડની વસ્તીવાળા આ રાજ્યમાં મુખ્યમંત્રી હેમંત સોરેને બધાને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે. અહીં અત્યાર સુધીમાં 29.7 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

10. ગોવા
15.4 લાખની વસ્તીવાળા આ રાજ્યમાં અત્યાર સુધીમાં 75 હજાર 184 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 62 હજાર 113 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 993 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 12 હજાર 78 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બધાને ફ્રીમાં વેક્સિન લગાવવાના આદેશ આપ્યા છે. અહીં અત્યાર સુધીમાં 6.1 લાખ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

11. સિક્કિમ
મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે રાજ્યમાં દરેક ઉંમરના લોકોને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે. 6.6 લાખની વસ્તીવાળા આ રાજ્યમાં અત્યાર સુધીમાં 7158 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 6069 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 798 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 137 લોકો સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.9 લાખ લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...