• Gujarati News
  • National
  • 10 Occasions When Narendra Modi Did More Google Searches Than His Government, Allies And Events

મોદી 2.0નું એક વર્ષ:1 વર્ષ, 10 પ્રસંગઃ જ્યારે સરકાર, મંત્રીમંડળ કે ઘટના કરતાં નરેન્દ્ર મોદી વિશે ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુગલ સર્ચનો અર્થ છે કે કોઈ ખાસ સમયગાળામાં લોકો શું સર્ચ કરી રહ્યા છે. સૌથી વધારે જેને સર્ચ કરાય તે સર્ચિંગમાં ટોપ કે ટ્રેન્ડિંગમાં કહેવાય છે.
  • ગુગલ ઉપર તમે જે પણ સર્ચ કરો છો પોપ્યુલારિટીના હિસાબે તેને 100 પોઈન્ટની રેન્જમાં નંબર મળે છે. આ તારીખ, સમય અને વિસ્તાર પ્રમાણે બદલાતી રહે છે

તારીખ 30 મે 2019.... સમય સાંજે 7 વાગ્યે અને જગ્યા ભારતનું રાષ્ટ્રપતિ ભવન. એક ઈતિહાસ બની રહ્યો હતો અને ચૂંટણીમાં મળેલી જીત બાદ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની રહ્યા હતા.

45% જનતાની પ્રથમ પસંદ બનીને નરેન્દ્ર મોદી આગામી 100 દિવસમાં એટલા મોટા નિર્ણય લીધા કે લોકોને લાગવા માંડ્યું કે હવે દેશની તમામ સમસ્યાઓ હલ થઈ જશે.  દેશને 5 ટ્રિલિયન ઈકોનોમીનું સપનું બતાવવામાં આવ્યું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક રાષ્ટ્ર- એક ધ્વજના વિચાર સાથે મોદીએ ઝડપી પગલાભર્યા તો ઘણી ધારણાઓ તૂટી ગઈ હતી.

અત્યાર સુધી મોદી બીજી ઈનિંગના 365 દિવસ પૂરા કરી ચૂક્યા છે. તો તમામ પરીક્ષા ઉપર એક પરીક્ષા ભારે પડી રહી છે, તે છે અદ્રશ્ય કોરોના વાઈરસની પરીક્ષા. આવનાર દિવસો મુશ્કેલીભર્યા હશે તેવા સંકેતો મળી રહ્યા છે. લોકડાઉન ખુલતા દરેક જીવન નિર્વાહની ચિંતા છે. આવામાં એક એનાલિસિસ ગુગલની મદદથી કર્યું. જેમા 10 મોટી ઘટનામાં માત્ર નરેન્દ્ર મોદી છવાયેલા રહ્યા.
23 મેની જીત અને 30 મેના શપથને એક વર્ષ પૂરું થવાના અવસરે ગુગલ ટ્રેન્ડની મદદથી મોદીની લોકપ્રિયતા જાણી. દરેક ગ્રાફમાં વાદળી લાઈન મોદીની ગુગલ સર્ચમાં લોકપ્રિયતા બતાવે છે.

1. તારીખ 30 મે 2019ને ગુરુવાર: મોદીએ પ્રધાનમંત્રી તરીકે બીજી વાર શપથ લીધા

ઈવેન્ટ: 23 મેના રોજ લોકસભા ચૂંટણીના એકતરફી પરીણામમાં NDAને ફરી જીત મળી હતી.

સર્ચિંગ: ગુરુવારથી લઈને એક સપ્તાહ સુધી સર્ચ અને ટ્રન્ડમાં મોદી છવાયેલા રહ્યા. તેમને 100% સર્ચ સ્કોર મળ્યો. ભારત પછી નેપાળમાં અને યુએઈ, કતાર, સિંગાપોર અને બાંગ્લાદેશના લોકોએ મોદીને સર્ચ કર્યા. પાકિસ્તાનમાં મોદી સર્ચ રેન્ક 7મો રહ્યો. વિશ્વભરમાં આ દરમિયાનન મોદી સરકાર, એકવાર ફરી મોદી સરકાર, મોદી ઈન કેદારનાથ જેવા કીવર્ડથી સર્ચ કર્યું હતું.

2. તારીખ 30 જુલાઈ 2019ને મંગળવાર : ત્રણ તલાક બિલ પાસ

ઈવેન્ટ: મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે ત્રણ તલાક (મુસ્લિમ મહિલા-વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ મોદી 1.0 સરકારનું અધુરુ સપનું હતું. એ સમયે બિલ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં અટવાય પડ્યું હતું. મોદી 2.0માં 30 જુલાઈએ રાજ્યસભામાં પાસ થવાની સાથે તે કાયદો બની ગયું. વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા.

સર્ચિંગ: આ બિલ પાસ થવાની સાથે દેશ-વિદેશમાંથી પ્રતિક્રિયા આવી હતી. જેમાં વખાણ પણ હતા અને ગુસ્સો પણ હતો. પરંતુ તે બન્નેનો ફાયદો નરેન્દ્ર મોદીને થયો.તેમનુ સર્ચ 100% ટકાએ પહોંચી ગયું. ભારત પછી પાકિસ્તાન અને મલેશિયાના યુઝર્સ આ બનાવમાં મોદીને સર્ચ કર્યા.

3. તારીખ 5 ઓગસ્ટ 2019ને સોમવાર: કાશ્મીરમાંથી 370 અનુચ્છેદ હટાવાયો

ઈવેન્ટ: મોદી સરકારે 5 ઓગસ્ટના રોજ અચાનક મોટો નિર્ણય લઈને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીધો. ત્યાર પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયા. ત્યાર પછી નરેન્દ્ર મોદી ગુગલ ઉપર ટ્રેન્ડ કરવા લાગ્યા.

સર્ચિંગ: તેનું સૌથી વધારે સર્ચ પાકિસ્તાન અને ખાડી દેશમાં થયું. આ દરમિયાન અમિત શાહ અને સરકારની સરખાણીમાં નરેન્દ્ર મોદી સૌથી વધારે સર્ચ થયા.

4. તારીખ 12 ઓગસ્ટ 2019ને સોમવાર: ડિસ્કવરી ચેનલનો શો Man vs Wild માં મોદીનો નવો અંદાજ

ઈવેન્ટ: ડિસ્કવરીના શો Man vs Wildમાં 12 ઓગસ્ટને સોમવારે હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે PMમોદીનો વિશેષ એપિસોડ ટેલીકાસ્ટ કરાયો હતો.

સર્ચિંગ: કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ શોનું શૂટિંગ 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના દિવસે થયું હતું અને તેને લઈને વિવાદ પણ થયો હતો. એપિસોડને 180 દેશમાં 3.6 બિલિયન સોશિયલ મીડિયા ઈમ્પ્રેશન મળ્યા. ગુગલ સર્ચમાં પણ આવો ટ્રેન્ડ રહ્યો. મોદીએ હોસ્ટ બેયર ગ્રિલ્સને પાછળ છોડી દીધા.

4. તારીખ 12 ઓગસ્ટ 2019ને સોમવાર: ડિસ્કવરી ચેનલનો શો Man vs Wild માં મોદીનો નવો અંદાજ

ઈવેન્ટ: 134 વર્ષ જૂનો અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ ઉપર 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. 2.77 એકર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે અપાઈ.

સર્ચિંગ: આ દિવસે નરેન્દ્ર મોદી કીવર્ડનું સર્ચિંગ રામ મંદિરથી પણ ઉપર હતું. મોદીના ચાહકોએ એવું જ માન્યું કે આ નિર્ણય મોદીના કારણે આવ્યો છે.

6.  તારખ 9થી 11 ડિસેમ્બર 2019: નાગરિકતા સંશોધન બિલ ઉપર અમલ

ઈવેન્ટ: એતિહાસિક ભૂલ સુધારવાના દાવા સાથે 9 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં અને 11 ડિસેમ્બરે રાજ્યસભામાં પાસ થયું. રાજ્યસભામાં 8 કલાક ચર્ચા ચાલી, લોકસભામાં 14 કલાક ચર્ચા ચાલ્યા પછી રાત્રે 12.04 વાગ્યે વોટિંગ થયું હતું.

સર્ચ:  આ ઈવેન્ટ પછી સર્ચમાં મોદી ત્રણ દિવસ સુધી નહીં, પરંતુ  ત્રણ મહિના સુધી સર્ચમાં રહ્યા.

7. તારીખ 30 ઓગસ્ટ 2019: 10 મોટી સરકારી બેન્કોનું મર્જર

ઈવેન્ટ:  30 ઓગસ્ટના રોજ 10 સરકારી બેન્કોનું મર્જર કરીને 4 મોટી બેન્ક બનાવાઈ. મુખ્ય સરકારી બેન્કો પીએનબી, કેનરા, યૂનિયન બેન્ક અને ઈન્ડિયનમાં છ અન્ય બેન્કોનું મર્જર કરાયું. દેશમાં 27 સરકારી બેન્કો હતી. હવે 12 રહી છે.

સર્ચિંગ:  સરકાર તરફથી બેન્કિંગ સેક્ટરમાં મર્જરની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી. પરંતુ ચર્ચામાં મોદી રહ્યા હતા. બેન્ક મર્જર કીવર્ડને 100માંથી 33 લોકોએ સર્ચ કર્યો, જ્યારે 100માંથી 97 લોકોએ નરેન્દ્ર મોદીને સર્ચ કર્યા.

8. તારીખ 22 માર્ચ 2020ને રવિવાર : જનતા કર્ફ્યુનું પાલન અને થાળી-ઘંટ વગાળવું

ઈવેન્ટ: PM મોદીની જનતા કર્ફ્યુની અપીલથી રવિવાર 22 માર્ચના રોજ દેશ થંભી ગયો. કોરોના વાઈરસ સામેની લડાઈમાં દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા નિભાવી. સાંજે પાંચ વાગ્યે સમગ્ર દેશમાં પાંચ મિનિટ સુધી થાળી, શંખ, તાળીઓ વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારાયો હતો.

સર્ચિંગ: કોરોનાને લઈને મોદીને અપીલને ભારે સમર્થન મળ્યું અને સોશિયલ મીડિયા ઉપર માત્ર જનતા કર્ફ્યુની વાત થઈ. તેનો શ્રેય મોદીના ખાતામાં ગયો. તે દિવસે ટ્રેન્ડમાં 100% નરેન્દ્ર મોદી કીવર્ડ રહ્યો. રસપ્રદ વાત એ છે કે ભારતથી વધારે મોદીનું સર્ચ ઈટાલી, જર્મની, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં થયું.

9. તારીખ 24 માર્ચ 2020ને મંગળવાર: લોકડાઉનની જાહેરાત

ઈવેન્ટ: 24 માર્ચે રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાતે 12 વાગ્યાથી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. 

સર્ચિંગ: જનતા કર્ફ્યુની સફળતા બાદ ભારતમાં લોકડાઉનનો નિર્ણય લેવાશે તેવું ઓછા લોકોએ વિચાર્યું હતું. 24 માર્ચની સાંજે સર્ચમાં મોદીએ સર્ચમાં મોદીએ તમામને પાછળ છોડી દીધા હતા.

10. તારીખ 12 મે 2020ને મંગળવાર: આત્મનિર્ભર ભારત- 20 લાખ કરોડનું પેકેજ

અન્ય સમાચારો પણ છે...