• Gujarati News
  • National
  • 10 New Omicron Patients Registered In The Country's Capital, A Total Of 97 Cases Of Omicron Infection In The Country

ઓમિક્રોનનો કહેર વધ્યો:દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા દર્દી નોંધાયા, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 20 થઈ; દેશમાં કુલ કેસ 97 થયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે ઓમિક્રોન પોઝિટિવના 10 નવા કેસ નોંધાયા છે. આ 10 કેસ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 20 થઈ છે. દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને નવા કેસોની પુષ્ટિ કરી, જ્યારે દેશમાં કુલ ઓમિક્રોન સંક્રમિતોની વાત કરીએ તો એ આંકડો 97એ પહોંચી ગયો છે.

40 લોકોનાં સેમ્પલમાંથી 10 ઓમિક્રોન સંક્રમિત મળ્યા
દિલ્હીમાં શંકાસ્પદ 40 લોકોનાં સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેમાંથી 10 લોકો ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા.

મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ કરાઈ
ઓમિક્રોન સંક્રમણના સંકટને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ સાર્વજનિક સભા, રેલી અને પ્રદર્શનની મંજૂરી નહીં મળે. એ સિવાય 5થી વધુ લોકો એક જગ્યા પર ભેગા નહીં થઈ શકે. મુંબઈ પોલીસની આ કડક કાર્યવાહીને કારણે આ વર્ષે મુંબઈમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી શકે છે. આ નિયમોનું પાલન કરાવવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર ફરનારા લોકો પાસે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

ઓમિક્રોનનું વધતું સંક્રમણ ચિંતાનો વિષય
દેશ-વિદેશમાં જે પ્રમાણે ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે એ ખરેખર એક ચિંતાનો વિષય છે, કારણ કે યુકેમાં એક દિવસમાં રેકોર્ડ 88376 કેસ મળ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ સંક્રમણની ભયાનકતાને ખતરનાક ગણાવીને ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...