• Home
  • National
  • 10 new cases emerged in Indore in 24 hours; Ujjain's positive woman was killed, five of his family were also infected

ઈન્દોરમાં 24 કલાકમાં 10 નવા કેસ સામે આવ્યા; ઉજ્જૈનની જે પોઝિટિવ મહિલાનું મોત થયું, તેના પરિવારના પાંચ લોકો પણ સંક્રમિત મળ્યા

10 new cases emerged in Indore in 24 hours; Ujjain's positive woman was killed, five of his family were also infected
X
10 new cases emerged in Indore in 24 hours; Ujjain's positive woman was killed, five of his family were also infected

  •  મહિલા સહિત 5 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થયા હતા, પાંચ મહિલાના સંબંધી 
  • ઉજ્જૈનથી ઈન્દૌર લાવવામાં આવેલા અન્ય કોરોના શંકાસ્પદે દમ તોડ્યો, અત્યાર સુધી તપાસ થઈ નથી 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 01:17 PM IST

ઈન્દોરઃ અહીંયા મંગળવાર રાતે કોરોના વાઈરસનો એક પણ પોઝિટિવ દર્દી ન હતો, માત્ર 24 કલાકની અંદર બુધવારે 10 દર્દી મળી આવ્યા હતા. જેમાંથી ઉજ્જૈનની મહિલાનું સારવાર દરમિયાન એમવાય હોસ્પિટલમાં મોત થઈ ગયું છે. ફ્કત ઈન્દોરમાં જ નહીં પણ મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કારણે પહેલું મોત થઈ ગયું છે. દિવસમાં મહિલા સહિત પાંચ દર્દી સારવાર માટે હોસ્પિટલમાં ભરતી થયા હતા,જે મોડી રાતે વધીને 10 થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે 5 નવા દર્દી ઉજ્જૈનની મહિલાના  સંબંધી છે. બુધવારે સાંજે જ કોરોનાના શંકાસ્પદ 47 વર્ષીય એક વ્યક્તિએ પણ દમ તોડ્યો છે. તેને સાંજે જ સારવાર માટે ઉજ્જૈનથી ઈન્દૌર લાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી તેનું સેમ્પલ ટેસ્ટ માટે પણ નહોતું મોકલવામાં આવ્યું. 


મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી ડો. પ્રવિણ જડિયાએ જણાવ્યું કે, કોરોના વાઈરસ સંક્રમણના સંકજામાં આવેલા દર્દીઓમાં સામેલ 65 વર્ષીય મહિલા ઉજ્જૈનની રહેવાસી હતી. બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે તેણે દમ તોડ્યો હતો. કોરોના વાઈરસ પોઝિટિવ મળી આવેલા 4 અન્ય દર્દી ઈન્દૌરના જ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા. જેમાં 50 વર્ષીય મહિલા, 48 વર્ષીય પુરુષ, 68 વર્ષીય પુરુષ અને 65 વર્ષીયી પુરુષ સામેલ છે. આ દર્દી શહેરના 2 ખાવગી હોસ્પિટલોમાં દાખલ છે. મહત્વની વાત તો એ છે કે આ પાંચેય દર્દીમાંથી એકની પણ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલું જ નહીં બે દર્દી તો એવા હતા જે વધારે બહાર નહોતા નીકળતા અને ન તો તેઓ 14 દિવસોમાં કોઈ કાર્યક્રમમાં જોડાયા હતા. દર્દીઓમાં 2 પુરુષ મિત્ર છે. તેઓ વૈષ્ણોવદેવીની તીર્થ યાત્રા પર ગયા હતા. તેઓ હમણા જ પાછા આવ્યા હતા. તો બીજી બાજુ ઉજ્જૈનની મૃતક મહિલા વિશે ખબર પડી છે કે તે થોડા દિવસ પહેલા બેગમબાગમાં સીએએના વિરોધમાં ચાલી રહેલા ધરણાં ગયા હતા. તેમના દીકરાએ આ વાતની પુષ્ટી કરી છે. 

જનાજામાં સામેલ થનારા સંબંધીઓની તબિયત લથડી 
ઉજ્જૈનની જે મહિલાનું મોત થયું હતું, તેની અંતિમ વિધિમાં બે સગા ભાઈ સામેલ થયા હતા. બુધવારે સવારે આ બન્નેની તબિયત લથડતા તેમને મલ્હારગંજ ખાતે આવેલા લાલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીંયાથી તેમણે ગોકુલદાસ હોસ્પિટલ સામે બનાવાયેલા આઈસોલેશન સેન્ટર એમઆરટીબી મોકલવામાં આવ્યા તો બન્ને ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને પછી લાલ હોસ્પિટલ પહોંચ્યા. અહીંયા ઘણી વાર સુધી બન્ને ખૂણામાં બેસી રહ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી