દેશભરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી:કાશીમાં 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા, પુષ્કરના 52 ઘાટ દીવાઓથી ઝળહળી ઊઠ્યા

એક મહિનો પહેલા

કાર્તિક પૂર્ણિમાના પર્વે દેશભરમાં દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. કાશીમાં વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનમાં મહાકાલ લોકના વિસ્તરણ પછી પ્રથમ વખત દેવદિવાળીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. કાશીના 88 ઘાટ પર સોમવારે સાંજે 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. બીજી તરફ, ક્ષિપ્રા ઘાટ દીવાથી પ્રજ્જવલિત બન્યા હતા. આ સિવાય રાજસ્થાનના વિશ્વ પ્રસિદ્ધ પુષ્કરના 52 ઘાટને રોશનીથી ઝળહળાવવામાં આવ્યા હતા.

પ્રાચીન માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આ ખુશીમાં દેવી-દેવતાઓ કાશીના ગંગાઘાટ પર ઊતર્યાં અને અનેક દીવાઓ પ્રગટાવ્યા. તેથી જ એને દેવદિવાળી કહેવામાં આવે છે. આ પરંપરા અનુસાર વિશ્વભરના શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દીવાઓનું દાન કરે છે અને દેવતાઓ પાસેથી આશીર્વાદ લે છે.

કાર્તિક મહિનાના અંતિમ દિવસે દીવાઓનું દાન જરૂરથી કરવું જોઈએ. અગ્નિપુરાણમાં કહેવામાં આવ્યું છે કે દીવાથી વધુ કોઈ વ્રત નથી, ન હતું અને હશે પણ નહીં. વિદ્ધાનોનું કહેવું છે કે ભગવાન શિવે પદ્મ પુરાણમાં પોતાના પુત્ર કાર્તિકેયને પણ દીવા દાનનું મહત્ત્વ જણાવ્યું છે.

ચાલો... હવે અમે તમને કાશી, ઉજ્જૈન અને પુષ્કરના ફોટા દ્વારા દેવદિવાળીનાં દિવ્ય દર્શન કરાવીએ...

પહેલા કાશીના ગંગાઘાટનો નજારો જોઈએ...

દેવદિવાળી પર કાશીના ગંગા ઘાટનું અવીસ્મરણીય દૃશ્ય. અહીં આવેલા લાખો ભક્તોએ પહેલા ગંગામાં ડૂબકી લગાવી, પછી દીવાઓનું દાન કરી દશાશ્વનેધ ઘાટ પર મહા આરતીમાં ભાગ લીધો.

કાશીના ઘાટો પર સોમવાર સાંજે 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ ખાસ અવસરે દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. તમામ ઘાટો પર લગભગ એક સરખો જ નજારો જોવા મળ્યો હતો.

3. ઘાટો પર દીવાથી કેટલીક કલાકૃતિઓ પણ બનાવવામાં આવી હતી. આમાં ભગવાન શિવ અને પાર્વતીની પ્રતિકૃતિ ખાસ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે બાબા વિશ્વનાથ પોતે ઘાટ પર આવીને દર્શન આપી રહ્યા હોય.

કાશીનું ગંગા પ્રવેશ દ્વાર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર જાણે કોઈ કલાકારે શ્યામ આકાશને રંગોથી ભરી દીધું હોય તેવું લાગતું હતું.

કાશીમાં ગંગા નદીના કિનારે પ્રવાસીઓ હોડીની સવારી સાથે ઘાટના આકર્ષક દૃશ્યના સાક્ષી બની શકે છે. દીવાઓ અને રોશનીથી પ્રકાશિત નદીની આસપાસનો નજારો ખૂબ જ સુંદર લાગતો હતો.

કાશીમાં ગંગાના 88 ઘાટોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ગંગાના કિનારે રેતી પર પણ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. લોકો બોટ અને ક્રૂઝમાં સવાર થયા અને ઘાટની તસવીર પોતાના કેમેરામાં કેદ કરી લીધી.

દેવદિવાળી પર વારાણસી ખાતે પ્રજ્જવલિત દીવાઓની તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર શેર કરી છે.

દીવાઓથી ઝગમગી ઉઠ્યું કાશી, જાણો શું કહ્યું PM મોદીએ...
દેવદિવાળી પર બાબા વિશ્વનાથનું શહેર કાશી 10 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. ઘણા રાજ્યોમાંથી લોકો આ પ્રસંગના સાક્ષી બનવા આવ્યા હતા. જેના કારણે ઘાટો પર ભારે ભીડ જોવા મળી હતી. દશાશ્વમેધ ઘાટ ખાતે અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને દેવ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

હવે ચાલો સીધા મહાકાલ નગરી તરફ જઈએ...

ઉજ્જૈનમાં સોમવારે સવારે વૈકુંઠ ચતુર્દશીની ઉજવણી કરવામાં આવી હતી. કારતક પૂર્ણિમાના પ્રારંભે સાંજે ભક્તો શિપ્રા કિનારે પહોંચ્યા હતા. મંગળવારે ચંદ્રગ્રહણના એક દિવસ પહેલા ભક્તોએ દીવાનું દાન કર્યું હતું.

સોમવાર-મંગળવારે આવતી પૂર્ણિમા તિથિને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે નદીઓમાં સ્નાન અને દાન કરવાનું ખૂબ મહત્વ છે. મંગળવારે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ છે

સાંજથી જ મહિલાઓ આસ્થાના દીવા સાથે ક્ષિપરા નદીના ઘાટ પર પહોંચી ગઈ હતી. તેમણે પહેલા પવિત્ર સ્નાન કર્યું, પછી નદીમાં દીવો પ્રગટાવ્યો અને પોતાની અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી.

હવે ચાલો રાજસ્થાનના પુષ્કર તરફ...

પુષ્કરના 52 ઘાટ એક સાથે રોશનીથી ઝગમગી ઉઠ્યા. આ તસવીર ભાસ્કરે ડ્રોનથી કેપ્ચર કરી છે.

પુષ્કર સરોવરના પ્રધાન વરાહ ઘાટ ખાતે દેવ દિવાળીના તહેવાર પર મહા આરતી કરવામાં આવી હતી.

2017ની શ્રીમતી અર્થ શ્વેતા ચૌધરી પુષ્કર મેળાની મહા આરતીમાં પહોંચી હતી.

પુષ્કર મેળાની ડ્રોન તસવીર. લોકોએ મેળાના મેદાનમાં ઝુલવાની મજા માણી હતી.

મેળા ગ્રાઉન્ડમાં બેસ્ટ ઓફ રાજસ્થાન અંતર્ગત વિવિધ કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...