તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશના શિવપુરીમાં અકસ્માત:પિકઅપ વાન પલટી, 2 વર્ષના બાળક સહિત 10ના મોત, 20થી વધારે લોકો ઘાયલ

શિવપુરી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મધ્યપ્રદેશના શિવપુરીના પોહરીમાં કકરા ગામ નજીક શુક્રવાર સાંજે એક પિકઅપ વાન પલટી ગઈ હતી. અકસ્માતમાં 2 વર્ષના બાળક સહિત 10 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. તમામ લોકો શ્યોપુરના વિજયપુર તાલુકાના રહેવાસી હતા. તેઓ શ્યોપુરમાં એક પ્રસંગમાં ગયા હતા.

શિવપુરી SP રાજેશ ચંદલે જણાવ્યું હતું કે એક ગુર્જર પરિવાર ગામના અન્ય લોકો સાથે શ્યોપુરમાંથી પરત ફરી રહ્યો હતો. કકરા ગામ પાસે વળાંકમાં પિકઅપ વાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

મૃતકોની યાદી
ભરત સિંહ (ઉંમર 45 વર્ષ)
જગમોહનસિંહ (ઉંમર 60 વર્ષ)
ગબ્બર સિંહ (ઉંમર 45 વર્ષ)
દુર્ગા બાઈ (ઉંમર 28 વર્ષ)
પ્રત્યા (ઉંમર 4 વર્ષ)
મુન્ની (ઉંમર 50 વર્ષ)
નરોત્તમ (ઉંમર 45 વર્ષ)
હરવિલાસ (ઉંમર 50 વર્ષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો