હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદનો કહેર યથાવત્ છે. વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 10 ઘર તણાઇ ગયાં હતાં. આ દુર્ઘટનામાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે એક એમબીબીએસની વિદ્યાર્થિની સહિત 12 લોકો ગુમ થયાં છે.
રાજ્યમાં નગરોટા બગવાંમાં 10 વર્ષની એક છોકરી પણ તણાઇ ગઈ હતી, જેનો મૃતદેહ 300 મીટર દૂરથી મળી આવ્યો હતો. આ તરફ ટૂરિઝમ ભાગસૂનાગમાં 12 જેટલી કારો અને ડઝનથી વધુ બાઈકો પાણીમાં તણાઈ ગઈ હતી. બિહારના મુઝફ્ફરપુરમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર નદી વહેવા લાગી હતી. અહીં રસ્તા પર હોડી ચાલી રહી છે. ધર્મશાલાના ચૈતુર ગામમાં માંઝી નદી પોતાનો માર્ગ બદલીને રસ્તા પર વહેવા લાગી છે.
બિહાર: પૂરમાં 10 ગણા વધુ રૂપિયા વસૂલી રહ્યા છે હોડીવાળા
પટના સહિત બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મુઝફ્ફરપુરમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે રસ્તા પર હોડી ચલાવવી પડી રહી છે. લોકો ચાટ પર રહેવા માટે મજબૂર બન્યા છે. અહીં બૂઢી ગંડક નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે. આ દરમિયાન લોકો નાવિકો પણ મરજી મુજબના રૂપિયા વાસૂલી રહ્યાના આરોપ લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મુઝફ્ફરપુરના ઢાબ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં 10 હજાર જેટલા લોકો રહે છે, પરંતુ તંત્રએ માત્ર 2 જ હોડીની વ્યવસ્થા કરી છે. એનો લાભ ખાનગી હોડીવાળા ઉઠાવી રહ્યા છે. સામાન્ય રીતે 10 રૂપિયા લેતો નાવિક લોકો પાસેથી 100 રૂપિયા વસૂલી રહ્યો છે.
JCBથી હટાવવી પડી કાર
ધર્મશાલાના ચૈતરું ગામમાં માંઝી નદીએ પોતાનો માર્ગ બદલીને રસ્તા પર વહેવા લાગી છે.
બચાવ કામગીરી કરી રહેલી NDRFની ટીમ
ઉત્તરાખંડ: ગંગોત્રી નેશનલ હાઇવે બ્લોક
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ડબરાની વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આને કારણે ગંગોત્રી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) હાઇવે પરથી કાટમાળ સાફ કરવા માટે કામ કરી રહ્યું છે.
દિલ્હી: દોઢ કલાકની અંદર 2.5 સેમી વરસાદ
લાંબી રાહ જોવડાવ્યા બાદ મંગળવારે સવારે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો અને અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગ મુજબ, દિલ્હીમાં સવારે 7થી 8:30 વાગ્યા સુધીમાં 2.5 સેમી વરસાદ નોંધાયો છે. અહીંના પ્રહ્લાદપુર વિસ્તારમાં બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. લોકોને પાણીમાંથી પોતાની બાઇક ખેંચીને લઈ જવી પડી હતી. ધોલાકુઆમાં પાણી ભરાઈ જવાને કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો.
પંજાબ : અનેક જિલ્લામાં ભારે વરસાદ
મંગળવારે અમૃતસર, લુધિયાણા, પઠાણકોટ અને જલંધર સહિત પંજાબનાં અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો. સવારે છ વાગ્યે અમૃતસરમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં લગભગ અડધો કલાક વરસાદ પડ્યો હતો. ઉત્તર અને મધ્ય પંજાબમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે અમૃતસરમાં 56 મિમી અને લુધિયાણામાં 4 કલાક સુધી વરસાદ પડ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.