અકસ્માત:ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં ઝૂંપડીમાં ઝડપી ગતિએ આવતી બસ ઘુસી જતા 10 કચડાયા, 6ના મૃત્યુ

ગાઝીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુર્ઘટના પછી સ્થાનિક લોકોએ શબોને રસ્તા પર મૂકીને રસ્તો જામ કર્યો હતો

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં બુધવારે એક રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા છે. એક બેકાબુ ટ્રક ઝૂંપડીમાં ઘુસવાથી 10 લોકોને ટક્કર વાગી હતી. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. અકસ્માતની માહિતી મળવા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબોને બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન દુર્ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ શબને રસ્તા પર રાખીને રસ્તો જામ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ટ્રકના બેકાબુ થવાનું કારણ સામે આવ્યું નથી.

ઘટના સ્થળે જ 4 લોકોના મૃત્યુ
આ મામલો ગાઝીપુર જિલ્લાના મુહમ્મદાબાદ થાના ક્ષેત્રના અહિરૌલી ગામનો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મંગળવારે ખૂબ જ ઝડપથી આવતી ટ્રક સવારે લગભગ 7 વાગ્યે આહિરૌલી ચટ્ટીની પાસેના રોડ નજીક આવેલી ઝૂંપડીમાં ઘુસી ગઈ હતી. તેના પગલે ઘટના સ્થળે જ 4 લોકોના મૃત્યુ થયા હતા.

કેટલાક સ્થાનિક લોકોની મદદથી અન્ય લોકોને બહાર કાઢી ગાઝીપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ મૃતકોના શબોને જિલ્લા હોસ્પિટલની મોર્ચરીમાં મૂકવામાં આવ્યા છે.

અહિરૌલી ગામમાં થઈ ભીષણ દુર્ઘટના
આ દુર્ઘટનામાં લગભગ 6 લોકોના મૃત્યુ થયા છે. બાકીના અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસને ઘટનાની માહિતી મળ્યા પછી મૃતકોના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દુર્ઘટના પછી સ્થાનિક લોકોએ શબોને રસ્તા પર મૂકીને રસ્તો જામ કરી દીધો હતો અને મૃતકો માટે વળતરની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...