ભાસ્કર રિસર્ચ:બોલિવૂડની 10 ફિલ્મનો વકરો ~967 કરોડ, ટોલિવૂડની 2 ફિલ્મનો ~2,234 કરોડ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલીવાર 38 દિવસમાં બે ફિલ્મ 1-1 હજાર કરોડને પાર

બોલિવૂડને હાલના સમયમાં દક્ષિત ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલિવૂડ મજબૂત ટક્કર આપી રહી છે. આ જ કારણ છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે બોલિવૂડની ટોપ-10 ફિલ્મો 966.65 કરોડ રૂ.નું કલેક્શન કરી શકી છે જ્યારે ટોલિવૂડની બે ફિલ્મો(આરઆરઆર, કેજીએફ-2) એ ફક્ત 2 મહિનામાં 2,234 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.

ભારતીય સિનેમા ઈતિહાસમાં પહેલીવાર 38 દિવસમાં બે-બે ફિલ્મોએ 1-1 હજાર કરોડનો આંકડો પાર કર્યો છે. અગાઉ દંગલ(2,024 કરોડ) તથા બાહુબલી-2(1,810 કરોડ) હજાર કરોડ રૂ.ની ક્લબમાં સામેલ હતી.

પરદા પર 13, ઓટીટી પર 10 ફિલ્મોઃચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે થિયેટરમાં કુલ 13 બોલિવૂડ ફિલ્મો રિલીઝ થઈ. જોકે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર 10 નવી ફિલ્મો આવી. તેમાં ગહેરાઈયાં, દસવી, શર્માજી નમકીન, જલસા સામેલ છે. હવે મેમાં 4 મોટી ફિલ્મો આવશે | મેમાં રણબીર સિંહની જયેશભાઈ જોરદાર(13 મે), કાર્તિક આર્યનની ભુલભુલૈયાં 2(20 મે), કંગના રણૌતની ધાકડ(20 મે) અને આયુષ્માન ખુરાનાની અનેક(27 મે)રિલીઝ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...