તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 1 Lakh 31 Thousand 420 Cases: Record breaking 6,663 Cases In A Single Day, Prisoners Over 60 Years Of Age Will Get Emergency Parole In Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 3041 કેસ નોંધાયા, સંક્રમિતોનો આંકડો 50 હજાર પાર, પૂર્વ CM અશોક ચૌહાણ પણ પોઝિટિવ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
આ તસવીર મુંબઈના દહિસર નાકાની છે. આ પ્રવાસી તેમના ગામ-શહેર જવા માટે બસની પ્રતિક્ષા કરી રહ્યા છે. તડકાથી બચવા માટે તે એક છત્રી નીચે 4થી 5 લોકો બેઠા છે - Divya Bhaskar
આ તસવીર મુંબઈના દહિસર નાકાની છે. આ પ્રવાસી તેમના ગામ-શહેર જવા માટે બસની પ્રતિક્ષા કરી રહ્યા છે. તડકાથી બચવા માટે તે એક છત્રી નીચે 4થી 5 લોકો બેઠા છે
  • ગઈકાલે એક જ દિવસમાં વિક્રમજનક 6,663 કેસ વધ્યા હતા
  • દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને ઈમર્જન્સી પેરોલ મળશે
  • સિક્કીમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે, દિલ્હીથી પરત ફરેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યા 47 હજાર 190 થઈ, મૃતકોની સંખ્યા 1577 થઈ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 37 હજાર 606 થઇ ગઇ છે. રવિવારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે 3041 કેસ નોંધાયા હતા. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર કરી ગઇ છે. તે સિવાય આજે દેશભરમાં લગાતાર ચોથા દિવસે 6 હજારથી વધુ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 3 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશભરમાં સંક્રમિતોના સ્વસ્થ થવાનો રેટ વધીને 41.28 ટકા થયો છે. 

સૌથી વધારે સંક્રમિત વધ્યા

આજે દિલ્હીમાં 508, બિહારમાં 83, ઓડિશામાં 67, રાજસ્થાનમાં 52, ચંડીગઢમાં 13, ગોવામાં 11 અને આસામમાં 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકોમાં 439 સંક્રમિત વધ્યા છે. બીજી બાજુ ગઈકાલે એટલે કે શનિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 6 હજાર 661 દર્દી ઉમેરાયા હતા. મહારાષ્ટ્રમાં 2608, તમિલનાડુમાં 759, દિલ્હીમાં 591, ગુજરાતમાં 396, ઉત્તર પ્રદેશમાં 282, મધ્ય પ્રદેશમાં 201 અને રાજસ્થાનમાં 248 દર્દી મળ્યા હતા. દિલ્હીના જેલ વિભાગે કોરોનાના જોખમને 60 વર્ષથી વધારે ઉંમરના દર્દીઓને ઈમર્જન્સી પેરલ આપવાનો નિર્ણય કર્યો છે.આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના મતે દેશમાં 1 લાખ 31 હજાર 868 દર્દી મળ્યા છે. આ પૈકી 73 હજાર 560 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે 54 હજાર 440 દર્દીને સારું થઈ ગયુ છે અને 3867 લોકોના મોત થયા છે.

  • રેલવેએ કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 2818 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. આ પૈકી 565 ટ્રેન રવિવારે ચલાવવામાં આવશે. 2253 ટ્રેન સફર પૂરી કરી ચુકી છે. વધુ 60 ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
  • પંજાબના જાલંધરમાં કેટલાક પ્રવાસી શ્રમિકો તેમના ગામ જવા માટે રજીસ્ટ્રેશનની પ્રતિક્ષામાં 5 દિવસથી ફ્લાઈઓવરની નીચે બેઠા છે. તેમનું કહેવું છે કે તેમને અહીં ભોજન-પાણી પણ મળ્યું નથી.
  • ઓડિશામાં એક મહિલાએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી ઓડિશા બાલનગીર જઈ રહી હતી. ટ્રેન બાલનગીર પહોંચી તો મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બાળક અને માતાનું આરોગ્ય સારું છે.
  • સિક્કીમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં દિલ્હીથી પરત ફરેલા 25 વર્ષના વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી તાજેતરમાં જ દિલ્હીથી પરત આવ્યો હતો.
  • કર્ણાટકના કલબુર્ગીમાં આજે ટોટલ લોકડાઉન છે. અહીં મેડિકલને બાદ કરતાં તમામ દુકાનો સોમવાર સવારે 7 વાગ્યાથી બંધ રહેશે. રાજ્યમાં 1950થી વધારે સંક્રમણના કેસ આવ્યા છે. આ પૈકી એકલા કલબુર્ગીમાં જ 136 દર્દી છે.

 5 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ

  • મધ્ય પ્રદેશ, સંક્રમિત-6371ઃ છેલ્લા 24 કલાકમાં ભોપાલમાં 51, ઈન્દોરમાં 75, ઉજ્જૈનમાં 25 અને નીમચમાં 30 દર્દીના કોરોના પોઝિટિવ આવ્યા છે. ઈન્દોરમાં દર્દીની સંખ્યાની દ્રષ્ટિએ સાતમાં ક્રમ પર છે. કુલ 2933 સંક્રમિત છે.
  • મહારાષ્ટ્ર, સંક્રમિત-47190ઃ અહીં છેલ્લા 24 કલાકમાં 87 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ગત શનિવારથી રવિવાર સવાર સુધીમાં 2608 નવા કેસ આવ્યા છે. જ્યારે 60 દર્દીના કોરોનાને લીધે મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1577 લોકોએ જીવ ગુમાવ્યા છે.
  • ઉત્તર પ્રદેશ, સંક્રમિત-6017ઃ અહીં છેલ્લા 5 દિવસમાં 1000થી વધારે દર્દી વધ્યા છે. ઓચિંતા જ આ વધારો પ્રવાસી શ્રમિકોને લીધે થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 288 નવા કેસ સામે આવ્યા છે. ફિરોજાબાદ, અલીગઢ અને બુલંદ શહેરમાં 1-1 મોત થયા છે. આ સાથે રાજ્યમાં બિમારીને લીધે મૃત્યુ પામારનો આંક 155 થયો છે.
  • રાજસ્થાન, સંક્રમિત-6794ઃ અહીં રવિવારે 52 સંક્રમિત દર્દી મળ્યા છે. તેમાંથી જયપુર અને અજમેરમાં 18-18, નાગોર અને ડુંગરપુરમાં 4-4, બીકાનેર અને બાડમેરમાં 2-2, જુંજૂનું, કોટા, દોસા અને જોધપુરમાં 1-1 દર્દી મળ્યા છે. આ સાથે રાજ્યમાં બીમારીને લીધે મૃત્યુ પામનારનો આંકડો 161 થયો છે.
  • દિલ્હી, સંક્રમિત- 13418ઃ અહીં રવિવારે 508 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા. અહીં 6,617 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે અને 6540 દર્દીને સારું થઈ ગયું છે. અહીં છેલ્લા 5 દિવસમાં દરરોજ 500થી 600 સંક્રમિત વધી રહ્યા છે.
  • બિહાર, સંક્રમિત-2477ઃ અહીં રવિવારે 83 કોરોના સંદિગ્ધના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. તેમાંથી કટિહારમાં 35, રોહતાસમાં 11, બેગૂસરાયમાં 9, મુંગેરમાં 6, મધુબની ગોપાલગંજ અને કૈમુરમાં 3-3, ખગડિયા, નાલંદા, ભાગલપુર, બાંકા અને ઓરંગાબાદમાં 2-2, જ્યારે જેહાનાબાદ, નવાદા અને અરવલમાં 1-1 દર્દી મળ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો