• Gujarati News
  • National
  • 1 Crore Corona Tests Completed In India, Patient Also Crossed 7 Lakh, Now Every 100 Tests Get 10 Patients, Even More Than US; Earlier 4 Were Found

કોરોનાવાઈરસ:દેશમાં 1 કરોડ કોરોના ટેસ્ટ પૂરા, દર્દી પણ 7 લાખને પાર, હવે દર 100 ટેસ્ટમાં 10 દર્દી મળે છે, USથી પણ વધુ; પહેલાં 4 મળતા હતા

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • દેશમાં જેટલી ઝડપથી દર્દી વધ્યાં એટલી જ ઝડપે ટેસ્ટ વધતાં નથી

ભારતે સોમવારે 1 કરોડ કોરોના ટેસ્ટનો આંકડો પાર કરી લીધો. સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 1 કરોડ 18 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. બીજી બાજુ દર્દીની સંખ્યા પણ 7 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ ચોકાવનારી વાત એ છે કે દેશમાં હવે દર 100 ટેસ્ટમાં 10 દર્દી મળવા લાગ્યા છે. આ દર અમેરિકા (8 દર્દી)થી વધુ થઈ ગઈ છે. જ્યારે દેશમાં પ્રારંભિક 1 લાખ દર્દી મળવા સુધી આ દર માત્ર 4.34 ટકા હતો. ત્યારે દર 100 ટેસ્ટમાં માત્ર 4 દર્દી મળતા હતા. WHOએ 5 ટકાથી વધુ દર ધરાવનાર દેશોને ખતરનાકની શ્રેણીમાં મૂક્યા છે.

દિલ્હીમાં સૌથી વધુ 3.83% વસ્તીના ટેસ્ટ થયા, મહારાષ્ટ્રમાં માત્ર 0.99%

  • 1.11 લાખ દર્દી ધરાવતા તમિલનાડુમાં દેશમાં સૌથી વધુ 13.51 લાખ ટેસ્ટ થયા છે. જ્યારે 2 લાખથી વધુ દર્દી ધરાવતા મહારાષ્ટ્રમાં 11.16 લાખ ટેસ્ટ થયા છે.
  • વસ્તીના હિસાબે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછા ટેસ્ટ થયા છે. 12 હજાર દર્દી ધરાવતા બિહારમાં અત્યાર સુધીમાં માત્ર 2.57 લાખ ટેસ્ટ થયા છે.

દેશના 85% દર્દી ધરાવતા 11 રાજ્યોની હાલત

રાજ્યકુલ ટેસ્ટવસતી%
દિલ્હી6,43,5003.83%
તમિલનાડુ13,51,7151.87%
રાજસ્થાન9,09,1321.33%
હરિયાણા3,07,1591.21%
કર્ણાટક7,06,4251.16%
મહારાષ્ટ્ર11,16,1120.99%
ગુજરાત4,12,1240.68%
મધ્ય પ્રદેશ4,07,8820.56%
ઉત્તર પ્રદેશ7,83,0000.39%
બિહાર2,57,8960.25%

ઇંગ્લેન્ડમાં 15.47% વસતીના ટેસ્ટ થઈ ચૂક્યા છે, ભારતમાં માત્ર 0.72%

  • સૌથી વધુ દર્દીવાળા આ 10 દેશોમાં બ્રાઝિલમાં ટેસ્ટની ટકાવારીમાં સંક્રમણની સરેરાશ સૌથી વધુ 48% છે.
  • જો વસતીના હિસાબે જોઈએ તો મેક્સિકોની સ્થિતિ સૌથી ખરાબ છે. ભારતની સ્થિતિ પણ મેક્સિકો જેવી જ છે.

વિશ્વમાં ભારત ક્યાં?

દેશકુલ ટેસ્ટદર 100 ટેસ્ટમાં દર્દી મળ્યાવસતીના ટેસ્ટ
ઇંગ્લેન્ડ1.05 કરોડ2.72%15.47%
રશિયા2.13 કરોડ3.22%14.62%
સ્પેન54.4 લાખ5.46%11.65%
અમેરિકા3.72 કરોડ7.93%11.36%
ઇટાલી56 લાખ4.29%9.33%
ચિલી11.2 લાખ25.01%6.18%
પેરુ17 લાખ16.98%5.41%
બ્રાઝિલ33.2 લાખ48.18%1.57%
ભારત1.01 કરોડ7.02%0.72%
મેક્સિકો6.4 લાખ40.06%0.50%

પાક.નો દાવો ખોટો નીકળ્યો

  • પાકે.15 દિવસમાં ટેસ્ટિંગ નહીં વધારીને કહ્યું- પિક આવી ગયું, પણ સંક્રમણનો દર 16.32 ટકાનો થઈ ગયો
  • WHOનું કહેવું છે કે ટેસ્ટની ટકાવારીમાં સંક્રમણનો દર જો 5 ટકાથી વધુ હોય તો સમજો કે સંક્રમણ તમારા અનુમાનથી વધુ ઝડપે ફેલાઈ રહ્યું છે. પાક.માં 2.31 લાખ દર્દી છે. માત્ર 14.20 લાખ ટેસ્ટ થયા છે. એટલા તો ભારતમાં માત્ર તમિલનાડુમાં થઈ ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...