તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં બિલ્ડરો અને ઘર ખરીદારો વચ્ચેના કરારનામાનું એક સમાન માળખું લાગુ કરવાની માગ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે સોમવારે કહ્યું કે, ‘દેશના 20 રાજ્યમાં કરારની શરતો જુદી જુદી છે.આપણે જોવું પડશે કે, સરકાર કોઈ મોડલ બનાવી શકે છે કે નહીં?’ સુપ્રીમ કોર્ટમાં બેંગલુરના વેસ્ટએન્ડ હાઈટ્સ (ડીએલએફ)ના 62 ફ્લેટના ખરીદારોએ આ અરજી દાખલ કરી છે. તેમણે રેરા અધિનિયમ અને બંધારણની કલમ 14, 21ની ભાવનાને અનુરૂપ નિષ્પક્ષતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યમાં એક સમાન ‘બિલ્ડર બાયર એગ્રિમેન્ટ’ લાગુ કરવાની માંગ કરી છે. આ પ્રકારની અરજી ભાજપ નેતા અશ્વની ઉપાધ્યાયે પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારોના વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે, ‘આ કરારાનામામાં ઘણી અસમાનતા છે. આ સ્થિતિમાં આપણે બિલ્ડરોની કંપનીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ નથી વધારી શકતા.’ આ અંગે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, ‘આ મુદ્દે અમે એક અઠવાડિયા પછી સુનાવણી કરીશું.’
કરારની કાનૂની ગૂંચવણ લોકોને સમજાતી નથી, આ જ સમસ્યા છે
દરેક રાજ્યમાં કરારની શરતો જુદી જુદી છે. ક્યાંક 20 પાનાનું, તો ક્યાંક 12 પાનાનું કરારનામું બને છે. તે પણ જટિલ છે. આ કરારનામું આખું વાંચ્યા પછી પણ સામાન્ય લોકો માટે કાયદાકીય છટકબારી સમજવી અશક્ય છે. તેનો ફાયદો ઉઠાવીને કેટલાક બિલ્ડર એગ્રિમેન્ટમાં મનફાવે તેમ શરતો જોડી દે છે, જે હકીકત ખરીદારોને બાદમાં માલુમ પડે છે. કરારનામું ફક્ત બે પાનાનું પણ હોઈ શકે. આ ઉપરાંત તે અંગ્રેજીના બદલ સ્થાનિક ભાષામાં હોય તો સારું રહે.
ઘણો બધો. રાજ્યોએ પોતપોતાના નિયમો બનાવ્યા છે. અમારી પાસે સતત એવા કેસ આવે છે કે, બિલ્ડરની મનમાની આગળ ખરીદારો લાચાર છે. કોર્ટમાં ખબર પડે છે કે, એગ્રિમેન્ટ જ ખૂબ જટિલ છે.
ઉદાહરણ તરીકે, મોટા ભાગના રાજ્યોમાં બિલ્ડર એગ્રિમેન્ટમાં એવી શરત પણ જોડી દે છે કે, જો ફ્લેટની કિંમતનો ચેક બાઉન્સ થશે તો ખરીદારને 12%થી 18% સુધી વ્યાજરૂપી વળતર આપવું પડશે. જોકે, એ વાતનો ઉલ્લેખ નથી હોતો કે, જો પઝેશન ત્રણના બદલે પાંચ વર્ષમાંઅપાશે, તો બિલ્ડરે પણ ખરીદારને આટલું જ વ્યાજ આપવું પડશે.
હાલ ફ્લેટનું પઝેશન નહીં આપવા બદલ બિલ્ડર પર કાર્યવાહી કે દંડની જોગવાઈ નથી. જો કોઈ બિલ્ડર ઈટાલિયન ટાઈલ્સ, સ્વિમિંગ પુલ વગેરેનો ઉલ્લેખ કરે છે અને બાદમાં તે વચનો બિલ્ડર પૂરા નથી કરતો, તો તેની સામે કાર્યવાહીનો નિયમ એગ્રિમેન્ટમાં નથી હોતો. આવા અનેક મુદ્દા છે, જે એગ્રિમેન્ટમાં હોવા જરૂરી છે.
જો ખરીદાર ચૂકવણીમાં મોડું કરે કે બિલ્ડર સમયસર પઝેશન ના આપે, તો બંને પક્ષને એકસમાન દંડ લાગવો જોઈએ. બિલ્ડર હવાહવાઈ વચનો ના કરી શકે. ઉદાહરણ તરીકે, બિલ્ડરોએ સોસાયટીને ફાઈવ સ્ટાર સુવિધા આપવાની વાત કરી હોય, પરંતુ હકીકતમાં એવું ના પણ હોય, ત્યારે આ મોડલ ફાયદાકારક સાબિત થશે.
નવું મોડલ કેન્દ્ર સરકારે નક્કી કરવું જોઈએ, ત્યારે જ રાજ્યોમાં તે એકસાથે લાગુ થઈ શકે. તે ઓછામાં ઓછા શબ્દોમાં અને સ્થાનિક ભાષામાં હોવું જોઈએ.
એક જેવું મોડલ શક્ય, તેનાથી ખરીદારો સુરક્ષિત રહેશે
હાલ જે મુશ્કેલી છે, તે રેરાની રચના વખતે નિર્માણ થયેલા પ્રોજેક્ટ કે તે પહેલાના પ્રોજેક્ટની છે. એક મોડલ ખરીદારોના હિત સુરક્ષિત કરશે. > રાજીવ કુમાર, રેરા પ્રમુખ, ઉત્તર પ્રદેશ
ક્રેડાઈના મતે એક જેવા મોડલથી અમને મુશ્કેલી નથી
વિવિધ રાજ્યોમાં પ્રોજેક્ટની મંજૂરી વગેરેમાં ઘણો સમય લાગે છે. રેરાના ટ્રેક રેકોર્ડને જોઈને એક જેવું મોડલ બને તો અમને કોઈ મુશ્કેલી નથી. > જક્ષય શાહ, ચેરમેન, ક્રેડાઈ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.