રેલવે / ટીટીઈ હવે ચાલતી ટ્રેનમાં ટિકિટ ચેક કરવાની સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખશે, ટોઇલેટમાં ગંદકી દેખાય તો પગલાં લેવામાં આવશે

Divyabhaskar.com

Jun 12, 2019, 03:16 PM IST
TTE will now check the ticket with the running train and also take care of the cleanliness

યુટિલિટી ડેસ્કઃ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (ટીટીઈ)ને હવે ચાલતી ટ્રેનમાં અને સાફ-સફાઈની જવાબદારી પણ સોંપવામાં આવશે. ટિકિટ ચેકિંગમાં જો કોઈ ટોઇલેટ ગંદું જોવા મળ્યું તો ટીટીઈ રનિંગ ટ્રેન ક્લિનિંગ સ્ટાફ પાસે સફાઈની વ્યવસ્થા કરાવશે. રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગાડીએ આ બાબતે રેલવે બોર્ડને આદેશ આપ્યો છે. તેથી બોર્ડ આ જ મહિને ટીટીઈને આદેશ આપી શકે છે. એસી અને સ્લીપર કોચની સાથે સામાન્ય કોચની સફાઈ પર પણ ટીટીઈએ ધ્યાન આપવું પડશે. આંગડીએ જણાવ્યું કે ટીટીઈને આદેશ આપવામાં આવી રહ્યા છે કે ટિકિટ ચેકિંગ દરમિયાન તેણે કોઈપણ કોચના ટોઇલેટમાં જો ગંદકી દેખાય તો તે તરત જ રનિંગ ટ્રેન ક્લીનિંગ સ્ટાફનો સંપર્ક કરે.


સ્વચ્છતા માટે જાગ્રત કરે
સુરેશ અંગડીએ કહ્યું કે, સ્ટેશનથી લઇને ટ્રેનની અંદર પણ લોકોને સ્વચ્છતા માટે જાગ્રત કરવામાં આવે. જેથી લોકો સ્વચ્છતામાં પણ પોતાનું યોગદાન આપે. આ માટે જાહેરમાં પણ લોકોને સૂચિત કરી શકાય છે. રેલવે પ્રધાન રેલવેની હાલની સ્થિતિ જાણવા માટે સંપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યા છે. આ સાથે જ તે મુક્તપણે લોકો તરફથી પ્રતિસાદ પણ લઈ રહ્યા છે.

X
TTE will now check the ticket with the running train and also take care of the cleanliness
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી