નિયમ / એક્સિડન્ટનો ફોટો અને વીડિયો લેવા પર જેલ થશે, 100થી 300 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે

Divyabhaskar.com

Jun 08, 2019, 04:03 PM IST
Taking a photo and video of an accident will also go to jail

યુટિલિટી ડેસ્કઃ આજકાલ જોવા મળે છે કે એક્સિડન્ટ સ્પોટ પર લોકો પીડિતોની મદદ કરવાને બદલે તેના ફોટો અને વીડિયો બનાવવા લાગે છે. તેના કારણે એક્સિડન્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં સમસ્યા ઊભી થાય છે તેમજ સમયસર મદદ ન મળવાના કારણે તેનું મૃત્યુ પણ થઈ જાય છે. એવામાં નોઇડા પોલીસે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. જેના હેઠળ એક્સિડન્ટ સ્પોટ પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરનાર લોકોએ જેલ જવું પડી શકે છે. તેમજ આ સાથે દંડ પણ ભરવો પડી શકે છે.


સેલ્ફી લેવું મોંઘું પડી શકે છે
નોઇડા એસપી ટ્રાફિક અનિલ કુમાર ઝાએ કહ્યું કે, તાજેતરમાં જ એક્સિડન્ટના એવા ઘણા કેસો સામે આવ્યા છે જેમાં સારવારમાં વિલંબ થવાના કારણે ઈજા પામેલા લોકો મૃત્યુ પામ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ તમામ નાગરિકોને સૂચના આપી છે કે પહેલાં એક્સિડન્ટમાં ઘાયલ થયેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવે. પરંતુ અમે અનુભવ કર્યો છે કે એક્સિડન્ટ સ્પોટ પર યાત્રીઓ પોતાના વાહનો અટકાવીને ફોટો અને વીડિયો લે છે. તેના કારણે ઈજા પામેલી વ્યક્તિ સુધી પ્રાથમિક સારવાર પહોંચાડવી મુશ્કેલ થઈ જાય છે.


કમાણી કારણ બની
અધિકારીઓના જણાવ્યાં અનુસાર, એક્સિડન્ટનો વીડિયો ટીવી ચેનલવાળા બહુ પૈસા આપીને ખરીદી લે છે. તેના કારણે લોકોમાં એક્સિડન્ટનો વીડિયો બનાવવાનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવાનું એક ચલણ છે, જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે.


ધરપકડની જોગવાઈ
એક્સિડન્ટનો વીડિયો બનાવવા પર કે પછી સેલ્ફી લેવા પર મોટર વ્હીકલ એક્ટની કલમ 122 અને 177 હેઠળ ધરપકડની જોગવાઈ છે. આ સાથે દંડ પણ થઈ શકે છે. સેક્શન 177 હેઠળ 100 રૂપિયાથી લઇને 300 રૂપિયાનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ વ્યક્તિની ધરપકડ પણ થઈ શકે છે.

X
Taking a photo and video of an accident will also go to jail
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી