તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBIએ આદેશ આપ્યો, ATMમાં 3 કલાકથી વધુ કેશ નહીં હોય તો બેંકોને દંડ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ATMમાં રોકડની તંગીને ધ્યાનમાં રાખીને બેંકોને કડક સૂચનાઓ આપી છે. RBIએ તમામ બેંકોને આ અંગે માર્ગદર્શિકા આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, RBIનું કહેવું છે કે જો હવે કોઈ ATMમાં 3 કલાકથી વધારે રોકડ ન રહે તો બેંક પર દંડ લાદવામાં આવશે.


નો કેશ બોર્ડ હવે નહીં જોવા મળે
હવે જ્યારે તમે ATMમાં પૈસા ઉપાડવા જશો તો ત્યાં નો કેશનું બોર્ડ જોવા નહીં મળે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જે ATMમાં પૈસા ઓછા ઉપાડવામાં આવતા હોય ત્યાં બહુ દિવસો કે અઠવાડિયાં સુધી બેંક તરફથી પૈસા નાખવામાં નથી આવતા. આ સમસ્યાઓને જોઇને RBIએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.


બેંકોને કેશની તમામ જાણકારી હોય છે
બેંકો પાસે ATMમાં કેટલી કેશ છે તેની જાણકારી માટે અલગ સિસ્ટમ છે. ATMમાં જે સેન્સર લાગ્યું હોય છે. તેના દ્વારા બેંકોને રિયલ ટાઇમ બેઝિઝ પર ATMમાં કેટલી કેશ બચી છે, કેટલા સમય સુધીમાં પૂરી થઈ જશે અને કેટલી રકમ ભરવાની છે તેની તમામ જાણકારી રહે છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે જ્યારે બેંકોને ATMમાં કેશ વિશે તમામ જાણકારી હોય છે તો બેંક ATMમાં કેશ ન ભરવાના બહાના કેમ બતાવી રહી છે.


નાના ગામો અને ગ્રામ્ય વિસ્તારોમાં ATMમાં રોકડની તંગીની સમસ્યા સૌથી વધારે છે. આ વિસ્તારોમાંથી સૌથી વધારે ફરિયાદો મળી રહી હતી. તેના આધારે જ  રિઝર્વ બેંકે આ કડક વલણ અપનાવ્યું છે.