તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • On The Re print Of The Order, The Aadhar Card Will Be Received By The Speed Post, This Service Will Have To Pay An Additional Rs. 50

ઓર્ડર રિ-પ્રિન્ટ કરવા પર આધાર કાર્ડ સ્પીડ પોસ્ટથી મળશે, આ સર્વિસ માટે એક્સ્ટ્રા 50 રૂપિયા ચૂકવવા પડશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ જો તમે નવાં આધાર કાર્ડ માટે અરજી કરી છે પરંતુ આધાર કાર્ડ પોસ્ટથી નથી મળ્યું અથવા ક્યાંક ખોવાઈ ગયું હોય તો આવા લોકો માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ઓર્ડર આધાર રિ-પ્રિન્ટની સુવિધા પ્રદાન કરી છે. આ સુવિધા હેઠળ તમને આધાર કાર્ડની કોપ સામાન્ય પોસ્ટથી નહીં પણ સ્પીડ પોસ્ટથી મળશે. જેના કારણે હવે આધાર કાર્ડ ખોવાઈ જવાની સમસ્યા નહીં રહે.


ઓર્ડર રિ-પ્રિન્ટ કેવી રીતે કરવો?

 • સૌપ્રથમ https://www.uidai.gov.in/ વેબસાઇટ પર જાઓ.
 • અહીં Order Aadhaar Reprint ઓપ્શન પર ક્લિક કરો. 
 • ત્યારબાદ તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર અથવા 16 આંકડાનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ ભરો.
 • જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો નીચે આપેલાં બોક્સ પર ક્લિક કરો અને અહીં તમારી જે બીજો નંબર હોય એ નાખો.
 • ત્યારબાદ હવે Send OTP પર ક્લિક કરો અને તમારા મોબાઇલ પર આવેલા OTP સબમિટ કરી વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરો.
 • હવે તમે ઈચ્છો તો તમારા આધાર કાર્ડનું એકવાર ફાઇનલ પ્રીવ્યૂ પણ જોઈ શકો છો.
 • પ્રીવ્યૂ જોયા પછી મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી આધાર રિ-પ્રિન્ટની ફી જમા કરો.
 • પેમેન્ટ પછી રસીદ જનરેટ થઈ જશે, જેને તમે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. આ સાથે જ તમને SMS દ્વારા સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) પણ મળી જશે.
 • આમ તો 10-15 દિવસની અંદર તમને તમારું આધાર કાર્ડ મળી જશે. તેમ છતાં તમે ઈચ્છો તો તમારા SRN નંબર દ્વારા આધાર કાર્ડની ડિલિવરી ક્યારે થશે એ ટ્રેક કરી શકો છો.
 • આધાર રિ-પ્રિન્ટનો ઓર્ડર આપવા પર તમને આધાર કાર્ડની કોપી સ્પીડ પોસ્ટથી મળશે પણ તેના માટે તમારે એક્સ્ટ્રા ચાર્જિસ આપવા પડશે.
 • સ્પીડ પોસ્ટથી આધાર કાર્ડ મેળવવા માટે અલગથી 50 રૂપિયા ચૂકવવા પડશે.

 

UIDAIથી જોડાયેલ કોમન સર્વિસ સેન્ટર
UIDAIએ ફરી એકવાર દેશભરમાં ફેલાયેલાં કોમન સર્વિસ સેન્ટરનાં માધ્યમથી પોતાની સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ કોમન સર્વિસ સેન્ટર પર આધાર કાર્ડ અપડેટ કરાવી શકાશે. તેમાં ભૂલોનો સુધારો પણ થઈ શકશે. દેશમાં હાલ લગભગ 3.9 લાખ કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...