ફાયદો / ચાઈનાની જેમ ટેક્સટાઈલમાં એકસમાન દરથી એક્સપોર્ટને લાભ થશે

Divyabhaskar.com

Jun 10, 2019, 04:34 PM IST
Like China same textile rates will benefit to export

યુટિલિટી ડેસ્કઃ જીએસટીના અમલ પૂર્વેથી સ્થાનિક ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા સમગ્ર ટેક્સટાઇલને એકસમાન જીએસટીનો દર આપવા માંગણી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં ટેક્સટાઇલમાં ઘટી ગયેલા એક્સપોર્ટને પગલે સરકાર અને જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલને રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. સરકારે ટેક્સટાઇલ સેક્ટરના જીએસટીના વિવિધ દરમાં સુધારો કરવા માટે કાઉન્સિલને અભ્યાસ કરવા સૂચન કર્યું છે.


ચીન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં એક સમાન જીએસટી દર હોવાથી ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીધી સ્પર્ધા મળી રહી છે.સ્થાનિક ટેક્સટાઇલમાં યાર્ન પર 5, વીવીંગ પર 12 એમ બે અલગ-અલગ દર છે. બે અલગ દરના કારણે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે વીવીંગ,નિટીંગ અને પ્રોસેસિંગ સેક્ટરનું કરોડો રૂપિયાનું રિફંડ બે વર્ષથી મળ્યું નથી. ઇન્ડોનેશિયામાં 7 ટકા, થાઇલેન્ડમાં 10 ટકા અને ચીનમાં 16 ટકા એમ એક જ દર છે. અહીં યાર્ન, ફેબ્રિકસ, વેલ્યુ એડિશન અને જોબવર્ક માટે જુદા જુદા ટેક્સ દર નથી.


આ અલગ દરના કારણે સ્થાનિક કાપડ એક્સપોર્ટ ઘટી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19નામાં કાપડ એક્સપોર્ટ 4 ટકા ઘટી ગયું છે. ત્યારે હવે 7 અને 12 આ બે માંથી એક ટેક્સદર રાખવા વિચારણા થઇ રહી છે.

X
Like China same textile rates will benefit to export
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી