• Gujarati News
  • National
  • Jio GigaFiber Will Get A Refundable Deposit Of 2500 Rupees, The Company Reduces The Price

2500 રૂપિયાની રિફન્ડેબલ ડિપોઝિટ પર Jio GigaFiber મળશે, કંપનીએ ભાવ ઘટાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ રિલાયન્સ જિઓનાં બ્રોડબેન્ડ Jio GigaFiberની સુવિધા તમે માત્ર 2500 રૂપિયાની રિફન્ડેબલ ડિપોઝિટ પર મેળવી શકો છો. આ ફાઇબર ટૂ હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે પહેલાં કંપનીએ 4500 રૂપિયાની રિફન્ડેબલ ડિપોઝિટ ચાર્જ નક્કી કર્યો હતો પરંતુ હવે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી Jio GigaFiber બજારમાં ઉતર્યું નથી પણ કંપનીની પ્રીવ્યૂ ઓફર હેઠળ દેશનાં અનેક લોકેશન પર ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. આ પ્રીવ્યૂ ઓફરમાં Jio GigaFiberની સેવાઓ ફ્રીમાં મળશે. પરંતુ કનેક્શન લેવા માટે યુઝર્સે 2500 રૂપિયા જમા કરાવવા પડશે, જે પછી તેમને પરત મળી જશે.


શું મળશે?
Jio GigaFiber પ્રીવ્યૂ ઓફરમાં તમને 2.4 Ghz પર ઓપરેટ કરતું સિંગલ બેન્ડ વાયરલેસ રાઉટર મળશે. એટલે આ કનેક્શન આવા વાયરલેસ મોડ્યુલ સાથે કામ નહીં કરી શકે જે 5ghz પર ઓપરેટ થાય છે. સ્માર્ટફોન, નોટબુક, કમ્પ્યૂટર, ટેલિવિઝન સહિત મોટાભાગના ડિવાઇસિસ 5Ghz અને 2.4Ghz બેન્ડને સપોર્ટ કરે છે. પરંતુ 5Ghz બેન્ડ સૌથી સારું માનવામાં આવે છે. ઓફરની રિફન્ડેબલ ડિપોઝિટ ઘટાડવાની સાથે કંપનીએ પ્લાનમાં મળતી સ્પીડ પણ ઓછી કરી દીધી છે. કંપનીએ 2 ઓફર આપી છે. એક 4500 રૂપિયામાં 100 mbps સુધીની સ્પીડ મળશે અને બીજી ઓફર 2500 રૂપિયાની છે, જેમાં 50mbps સુધીની સ્પીડ મળશે. જો કે, આ બંને ઓફર્સમાં યુઝર્સને દર મહિને 1000GB ડેટા મળશે. બ્રોડબેન્ડ પ્લાન ન લો ત્યાં સુધી બંને પ્રિવ્યૂ પ્લાન દર મહિને ફ્રીમાં રિન્યૂ થઈ જશે. જો કે, બંને ઓફર્સમાં ડેટા અને વેલિટિડી પ્લાન અલગ હોવાની શક્યતા છે.


Jio GigaFiber 1600 શહેરોમાં લોન્ચ થશે
આ સર્વિસ દેશનાં 1600 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ તમને બ્રોડબેન્ડ-લેન્ડલાઇન-ટીવી કોમ્બો માત્ર 600 રૂપિયામાં મળશે. આ સેવા હેઠળ તમને સ્માર્ટ હોમ નેટવર્કથી લગભગ 40 ડિવાઇસ જોડવાનો ઓપ્શન પણ મળશે.