• Home
  • National News
  • Utility
  • If you increase the rent, you will have to give notice before 3 months, draft of Model Rental Act has been prepared

હાઉસિંગ / ભાડું વધાર્યું તો 3 મહિના પહેલાં નોટિસ આપવી પડશે, મોડલ રેન્ટલ એક્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો

If you increase the rent, you will have to give notice before 3 months, draft of Model Rental Act has been prepared

Divyabhaskar.com

Jul 11, 2019, 04:26 PM IST

યુટિલિટી ડેસ્કઃ મકાનમાલિકો અને ભાડૂતો વચ્ચેના વિવાદો દૂર કરવા અને તેમના હકોનું રક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારે મોડલ રેન્ટલ એક્ટનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ડ્રાફ્ટ મુજબ કોઈ મકાનમાલિક સિક્યુરિટી એડવાન્સ તરીકે બે મહિનાથી વધારાનું ભાડું નહીં લે. હાઉસિંગ અને શહેરી કિસ્સાના મંત્રાલયે આ ડ્રાફ્ટ સંબંધિત પક્ષો પાસે સલાહ માટે મોકલ્યો છે. સૂચન મળ્યા પછી એક્ટને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવશે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી લખતે રાજ્યો માટે એક મોડલ રેન્ટ એક્ટ લાવવાની વાત કહી હતી.


નક્કી કર્યાથી વધારે સમય રહ્યા તો બમણું ભાડું ચૂકવવું પડશે
ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભાડૂઆત નક્કી કરેલા સમય કરતા વધારે એ મકાનમાં રહે તો તેણે બે મહિના માટે બમણું ભાડું ચૂકવવું પડશે. જો તે બે મહિનાથી વધારે સમય સુધી રહે તો તેણે ચાર ગણું વધારે ભાડું ચૂકવવું પડશે.

ભાડું વધારવામાં મકાનમાલિક પોતાની મરજી નહીં ચલાવી શકે
ડ્રાફ્ટ મુજબ, મકાનમાલિકો કરારના સમયગાળા દરમિયાન મકાનનાં ભાડાંમાં વધારો નહીં કરી શકે. ઘરના માલિકે જો ભાડામાં ફેરફાર કરવો હોય તો તેણે ત્રણ મહિના અગાઉથી નોટિસ આપી દેવી પડશે.

જો ભાડા સંબંધી કોઈ વિવાદ હોય તો મકાનમાલિક પાસે ભાડૂઆતને આપવામાં આવતી વીજળી અને પાણી પુરવઠાની જરૂરિયાતને રોકવાનો કોઈ અધિકાર નથી.

મકાન માલિકને પ્રોત્સાહિત કરવા મોડલ એક્ટ બનાવ્યો
કેન્દ્ર સરકારના એક સર્વે અનુસાર, હાલમાં શહેરોમાં આશરે 1.1 કરોડની મિલકત એટલે ખાલી પડી છે કે મકાન માલિકોને ભાડૂઆત તરફથી થતા વિવાદોનો ડર સતાવે છે.
ડ્રાફ્ટમાં અલગ રેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવા ઉપરાંત રાજ્યોને વિવાદો ઝડપથી ઉકેલવા માટે સ્પેશિયલ રેન્ટ કોર્ટ્સ અને રેન્ટ ટ્રિબ્યૂનલ સ્થાપિત કરવાનો અધિકાર આપવાની વાત પણ કહેવામાં આવી છે.

ઓથોરિટીને સૂચના આપવી પડશે
મોડલ રેન્ટલ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે રેન્ટ અગ્રીમેન્ટ થયા બાદ મકાન માલિક અને ભાડૂઆત બંનેએ ઓથોરિટીને સૂચના આપવી પડશે. વિવાદ થવાની સ્થિતિમાં મકાનમાલિક અથવા ભાડૂઆત કોઈપણ રેન્ટ ઓથોરિટી પાસે પતાવટ માટે જઈ શકે છે.

X
If you increase the rent, you will have to give notice before 3 months, draft of Model Rental Act has been prepared
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી