• Home
  • National News
  • Utility
  • After the LED, the government started selling the AC at concessional rates, 50 thousand rupees AC would be available at 41 thousand rupees

રાહત / LED બાદ હવે સરકાર દ્વારા રાહત દરે એસીનું વેચાણ કરવાનું શરૂ કરાયું, 50હજારનું AC 41 હજાર રૂપિયામાં મળશે

After the LED, the government started selling the AC at concessional rates, 50 thousand rupees AC would be available at 41 thousand rupees

Divyabhaskar.com

Jul 09, 2019, 07:16 PM IST

યુટિલિટી ડેસ્ક: કેન્દ્ર સરકારે સસ્તા LED બલ્બનાં વેચાણ બાદ હવે દેશભરમાં સસ્તા AC વેચવાનું શરૂ કર્યું છે. વીજ મંત્રાલય હેઠળ આવતી એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) 1.5 ટનની ક્ષમતા ધરાવતાં ઇન્વર્ટર AC 20%નાં ડિસ્કાઉન્ટથી વેચી રહી છે. આ કંપનીનાં 5.4 સ્ટાર રેટિંગવાળાં ACની કિંમત41,300 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 5 સ્ટાર રેટિંગ ધરાવતાં ACની કિંમત 50,000 હજાર રૂપિયા છે. વધુ રેટિંગ ધરાવતાં આ ACના વપરાશથી વર્ષે 300 યૂનિટ જેટલી વીજળીની બચત થાય છે. આ ACનાં ઉત્પાદન માટે EESL કંપની એ વોલ્ટાસ કંપની સાથે કરાર કર્યો છે. 300 યૂનિટ વીજળીની બચત થશે.

EESLના MD સૌરભ કુમારના જણાવ્યા અનુસાર, ભારતમાં માત્ર તેમની કંપનીના જ ACને 5.4 રેટિંગ મળ્યું છે, જે વીજળી બચાવવા માટે સક્ષમ છે. જેના લીધે ગ્રાહકોની વર્ષે 300 યૂનિટ જેટલી વીજળી બચશે. આ ACની 41,300 રૂપિયાની કિંમતમાં GST સહીત ટ્રાન્સપોર્ટેશન ચાર્જનો પણ સમાવેશ થાય છે. બજારમાં બીજી કંપનીઓના 5 સ્ટાર AC50 હજાર રૂપિયા સુધીની કિંમતમાં મળતા હોય છે. આ યોજના દ્વારા પ્રથમ ચરણમાં 50 હજાર AC વેચવામાં આવશે.જેને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળતા બીજા તબક્કાની પણ શરૂઆત કરવામાં આવશે.

EESL દ્વારા દિલ્હીની BSES Rajdhani Power Ltd (BRPL), BSES Yamuna Power Ltd (BYPL) અને Tata Power Delhi Distribution Ltd (Tata PowerDDL) કંપનીઓ સાથે કરાર કરાર કરવામાં આવ્યો છે. આ વર્ષે માત્ર દિલ્હીમાં જ આ યોજનાનો અમલ થશે. આવતાં વર્ષથી દેશભરમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે, જે અંતર્ગત વર્ષે 2 લાખ લોકોને AC આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

X
After the LED, the government started selling the AC at concessional rates, 50 thousand rupees AC would be available at 41 thousand rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી