તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IT રિટર્ન માટેના ફેરફાર બાદના નવા સરળ ફોર્મ સાઈટ પર અપલોડ થયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: નાણાકીય વર્ષ પૂરું થતાં હવે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત થશે ત્યારે ઓનલાઇન રિટર્ન ભરવા ઇ-ફાઇલિંગ ફોર્મ ભરવાનું રહેશે. આઇટી રિટર્નના નવા ફોર્મ ઓનલાઇન મુકાઇ ગયા છે. આ વખતે વહેલા ફોર્મ અપલોડ થતા નોકરિયાત, સિનિયર સિટીઝનને ફાયદો થશે. 

 

ઘણા લાંબા સમયથી આ ફોર્મમાં સુધારા કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. નવા ફોર્મમાં આઇટીઆર-1 ફોર્મમાં ટેક્સ અંગેની છૂટ, આવકનો સોર્સ અને પેન્શનની વિગતો ઉમેરાઈ છે. ફોર્મમાં રહેણાક સ્ટેટસ, ડાયરેક્ટરશિપ, ટેક્સની છૂટ અંગેનું ડિસ્ક્લોઝર અને આઇટીઆર-3માં પાર્ટનરશિપ સ્ટેટ્સ અને ડાયરેક્ટરશિપ, આઇટીઆર-4માં આર્થિક વિગતો, આઇટીઆર-5માં સ્ટાર્ટઅપની, આઇટીઆર6માં જીએસટીની વિગતો સંબંધિત સુધારા વધારા કરવામાં આવ્યા છે. 

 

સૂચનો ધ્યાનમાં લેવાતા ફોર્મ સરળ થવાને કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેશે. કરદાતાઓ દ્વારા સૂચવેલા તમામ સુધારાને નવા ફોમમાં સમાવી લેવામાં આવ્યા છે.