તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારાં રિટર્ન માટે વધતી ઉંમરની સાથે તમારાં રોકાણના નિયમો પણ બદલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુટિલિટી ડેસ્કઃ આજે 20 વર્ષની ઉંમરે નોકરી જોઈન કરીને વહેલું રિટાયરમેન્ટ લેનારા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે. બદલાતા ટ્રેન્ડ્સની સાથે આપણું ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ પણ બદલતું રહેવું જોઈએ. ‘પૈસા બઝાર ડોટ કોમ’ના ફાઉન્ડર અને સીઈઓ પાસેથી આપણે જાણીએ કે કેવા પ્રકારના રિટાયરમેન્ટ પ્લાન માટે જરૂરી રકમ કેવી રીતે એકઠી કરવી.

1) આ રીતે કરો પ્લાનિંગ

આ ઉંમરના યુવાનોમાં રિટાયરમેન્ટ બહુ પ્રાયોરિટીમાં નથી હોતું. એમણે યાદ રાખવું જોઈએ કે રિટાયરમેન્ટ અનિવાર્ય પડાવ છે અને તેનું પ્લાનિંગ કરવાનું તેઓ જેટલું પાછું ઠેલતા જશે એટલી જ વધુ રકમ તેમણે પાછળથી રોકવાની આવશે. એટલે જેટલા વહેલા જાગશો તેટલો તમને જ ફાયદો છે.

60 વર્ષની ઉંમરે જ્યારે તમે રિટાયર થાઓ ત્યારે 1 કરોડ રૂપિયાની રિટાયરમેન્ટ રકમ એકઠી કરવાની છે. જો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે મળતા 12 ટકાના વાર્ષિક રિટર્નને આધાર માનીએ તો 25 વર્ષની વ્યક્તિને પછીનાં 35 વર્ષ સુધી દર મહિને મિનિમમ 1500 રૂપિયા ઈન્વેસ્ટ કરવાની જરૂર પડશે. 40 વર્ષની વ્યક્તિને 60 વર્ષની ઉંમરે આટલી જ રકમ મેળવવા માટે પછીનાં 20 વર્ષ સુધી દર મહિને લગભગ 10 હજાર રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડે છે.

યુવા રોકાણકારોએ રિટાયરમેન્ટ માટેની રકમ એકઠી કરવા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અવશ્ય કરવું જોઈએ. લગભગ 25-35 વર્ષની એક લાંબી રોકાણ યોજનામાં તેમને માર્કેટની અસ્થિરતા અને ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિથી વધુમાં વધુ લાભ મેળવવાનો સમય આપે છે. જો તમે કોઈપણ ઈન્કમ ટેક્સ સ્લેબમાં આવતા હો તો ELSSમાં રોકાણ કરવા વિશે વિચારો.

30થી 40 વર્ષની ઉંમરના લોકો પર પોતાનાં મોટાં થતાં જતાં બાળકો અને વૃદ્ધ માતાપિતા બંનેની જવાબદારી હોય છે. જીવનના આ તબક્કામાં એમની આવકનો એક મોટો હિસ્સો હોમલોનના હપ્તા, બાળકોનાં શિક્ષણ અને વીમાનાં પ્રીમિયમ, માતાપિતાની સારવાર વગેરેની સાથોસાથ અન્ય નાણાંકીય લક્ષ્યો પૂરાં કરવામાં ખર્ચાઈ જાય છે. પરિણામે યુવાનોની સરખામણીએ એમની જોખમ લેવાની ક્ષમતા ઘટી જાય છે. જીવનના આ તબક્કે વધતા ખર્ચ છતાં આવકમાં વધારો થવાને કારણે શરૂઆતનાં વર્ષોની સરખામણીએ ખર્ચો કરવાની ક્ષમતા પણ વધારે હશે. ત્યારે વધુ રિટર્ન મેળવવા માટે તમારું રોકાણ વધારવાનો પ્રયાસ કરો.

ઈક્વિટી ફંડોમાં તમારા વર્તમાન રોકાણને ચાલુ રાખવામાં સમજદારી છે. જીવનના આ તબક્કે તમારા ધનને મિનિમમ જોખમવાળાં ફંડમાં સ્થળાંતરિત ન કરશો, કારણ કે તેનાથી રિટાયરમેન્ટ વખતે મળનારાં રિટર્નમાં ઘટાડો થઈ જશે. અણધાર્યાં ખર્ચ માટે ઈમર્જન્સી ફંડ તૈયાર રાખો. કોઈપણ પ્રકારની લોનનું એડવાન્સ પેમેન્ટ કરવા માટે સેવાનિવૃત્તિ માટે રાખી મૂકેલી રકમનો ઉપયોગ ન કરશો.

નિવૃત્તિની ઉંમરની નજીક પહોંચનારા લોકોને અવારનવાર પોતાના ધનને ઓછા જોમવાળાં સાધનો જેમ કે ડેટ ફંડ અને અન્ય નિશ્ચિત આવક આનારી પ્રોડક્ટ્સમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. આનાથી એમની મૂડીને ઈક્વિટી બજારોની અસ્થિરતાથી રક્ષણ આપી શકાય છે. જોકે વધુ ઉંમર સુધી જીવતા રહેવાની શક્યતા અને મેડિકલના વધતા ખર્ચની સાથોસાથ મિનિમમ રિસ્કવાળાં પ્રોડક્ટ્સની ફુગાવાથી દૂર રહેવાની અક્ષમતાને ધ્યાનમાં રાખીને રિટાયરમેન્ટ પોર્ટફોલિયોમાં ઘટ આવવાનું જોખમ વધી જાય છે.

તમારા પૂરેપૂરા ઈક્વિટી ફંડની રકમને રિડીમ કરવાને બદલે પહેલાં તમારા અનિવાર્ય માસિક ખર્ચની સાથોસાથ ટૂંકાગાળાનાં ટાર્ગેટ સેટ કરો. એક વાર તમે આ આંકડાઓનું અનુમાન લગાવી લેશો, તો અગાઉથી નક્કી કરેલી રકમને ટૂંકાગાળાનાં ડેટ ફંડમાં કન્વર્ટ કરવા માટે તમારા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એક સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એક્ટિવેટ કરવાની દિશામાં વિચારો. કારણ કે તે ઉપાડેલી રકમનું રક્ષણ કરશે અને બેન્કનાં ફિક્સ્ડ ડિપોઝિટની સરખામણીએ વધુ રિટર્ન આપશે.

તમે રિટાયરમેન્ટ લઈ લો તે પછી તમારાં બેન્ક અકાઉન્ટ્સમાં અગાઉથી નક્કી કરેલી રકમ ટ્રાન્સફર કરવા માટે તમારા ડેટ ફંડમાંથી સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન શરૂ કરો. આ રીતે તમે તમારી નિવૃત્તિ માટેની રકમ લાંબા સમય સુધી સાચવી રાખી શકશો. કેમ કે, તે બચતનો એક મોટો હિસ્સો હજીયે ઈક્વિટીમાં રોકાયેલો રહેશે. તે મોંઘવારીને સહેલાઈથી ટક્કર આપશે અને તમારી રિટાયરમેન્ટ માટેની રકમ આજીવન તમારી સાથે ચાલતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો