તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્ધલશ્કરી દળોને સરકાર તરફથી મળી મોટી ભેટ, Risk અને Hardship Allowanceમાં થયો વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં 44 CRPF જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકાર અર્ધલશ્કરી દળોના જવાનો માટે તેમના હિતમાં ઘણા નિર્ણયો લઈ રહી છે. અર્ધલશ્કરી દળોના જવાનોને હવાઈ યાત્રાની પરવાનગી બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા રવિવારે તેમને મળતાં Risk અને Hardship Allowanceમાં પણ વધારો કરી દીધો છે. Risk અને Hardship Allowanceમાં આ વધારો 2 વર્ષ પછી થયો છે.


હવે મળશે આટલું ભથ્થું
કેન્દ્રીય મંત્રાલયથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઈન્સ્પેક્ટર રેન્ક સુધીના જવાનોને દર મહિને 9,700થી લઈને 17,300 રૂપિયા Risk અને Hardship Allowance આપવામાં આવશે. ત્યાં અધિકારીઓને હવે Risk અને Hardship Allowance પેટે 16900થી લઈને 25000 રૂપિયા આપવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 22 ફેબ્રુઆરીએ આ વધારાને મંજૂરી આપી દીધી હતી. તેને હવે જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અધિકારીઓને 16900 રૂપિયા અને અન્ય રેન્કના જવાનોને 9700 રૂપિયા Risk અને Hardship Allowance મળી રહ્યા હતા.

 

આ લોકોને મળે છે Risk અને Hardship Allowance
કેન્દ્રીય અર્ધં સૈન્ય દળોના જવાનોને દુર્ગમ ક્ષેત્રોમાં નિયુક્ત થવા પર Risk અને Hardship Allowance મળે છે. આમાં જમ્મુ-કાશ્મીર અને નકસલગ્રસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના બડગામ, પુલવામા, અનંતનાગ, બારમુલા, કુપવાડા, કુલગમ, શોપિયાં, કિશતવાડ, ડોડા, રામબન, ઉધમપુર જીલ્લાનો સમાવેશ થાય છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુક્મા, દંતવાડા, બિજાપુર, નારાયણપુર, બસ્તર (છત્તીસગઢ), લાતેહાર (ઝારખંડ), ગઢચિરોલી (મહારાષ્ટ્ર), મલ્કાનગિરી (ઓડિશા) અને તેલંગણાના એક જીલ્લાનો સમાવેશ થાય છે.

 

2 વર્ષથી પેન્ડિંગ હતો નિર્ણય
અર્ધં સૈન્ય દળોનું Risk અને Hardship Allowance વધારવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2017માં એક સમિતિની રચના કરી હતી. ત્યારથી જ આ કામ પેન્ડિંગ ચાલી રહ્યું છે. કેટલાક અધિકારીઓના કહેવા પ્રમાણે, પુલવામામાં 44 જવાનો શહીદ થયા બાદ ગૃહ મંત્રાલયે છેલ્લી ઘડીએ Risk અને Hardship Allowance વધારવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો