રિયલ એસ્ટેટ / 1 એપ્રિલથી ઘર થોડા સમય માટે જ સસ્તા, પછી પ્રોપર્ટીની કિંમતો ફરી આસમાને ચડી શકે છે

divyabhaskar.com

Mar 07, 2019, 02:38 PM IST
You can buy cheap homes after 1 April 2019 due to low GST but prices may rise again

 • ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે એટલે ભવિષ્યમાં ઘરના ભાવમાં ફરી વધારો થઇ શકે છે

યૂટિલિટી ડેસ્ક: ઘર ખરીદવા માટે ગયા એક દશકા બાદ સૌથી સારો ચાન્સ 1 એપ્રિલથી શરુ થઇ રહ્યો છે. આવું જીએસટી કાઉન્સિલના અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સસ્તા ઘરો પર જીએસટી ઘટાડવાના નિર્ણયના લીધે થશે. હકીકતમાં અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ્સ પર હાલના 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી દર કરી દેવાયો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર સબ્સિડી મળશે
અંતરિક્ષ ઇન્ડિયા ગ્રુપના સીએમડી અનુસાર, આગલા 24 દિવસ બાદ ઘર ખરીદવાના સારા દિવસો આવી રહ્યા છે પણ તે પછી જો રાહ જોવાનું વિચારતા હોય તો એવું ન કરતા. હકીકતમાં અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ્સ પર હાલના 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી કરવાની પહેલથી રિયલ એસ્ટેટ સેક્ટર પર ટેક્સનું ભારણ ઘટશે પણ ડેવલપર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે, જેનાથી ડેવલપર્સની કંસ્ટ્રક્શન કોસ્ટ વધશે. બની શકે કે ડેવલપર્સ આગલા થોડા મહિનાઓ સુધી કિંમતોમાં વધારો ન કરે પણ જેવી અનસોલ્ડ ઇન્વેન્ટરીની સંખ્યા ઓછી થશે, પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થશે.

45 લાખ રૂપિયાની કિંમતના મકાન પર 5.82 લાખની બચત
- પહેલીવાર ઘર ખરીદવાનો સોનેરી ચાન્સ કેમ છે તેને આ રીતે સમજી શકાય. જો તમે પહેલીવાર અન્ડર કંસ્ટ્રક્શન ઘર ખરીદતા હોય તો અત્યાર સુધી તેમાં 12 ટકા જીએસટી ચૂકવવો પડે એમ હતો, હવે તેમાં જીએસટીનો દર 5 ટકા થવાથી ખર્ચો 7 ટકા ઘટશે.

- આવું થવાથી 45 લાખની પ્રોપર્ટી પર 3.15 લાખ રૂપિયાની સીધી બચત થશે. જો તમે પહેલીવાર ઘર ખરીદવા જઈ રહ્યા હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર 2.67 લાખ રૂપિયાની સબ્સિડી મળશે. આ રીતે કુલ 5.82 લાખની બચત થશે

સસ્તા ઘર ખરીદવા વધુ સરળ
દેશમાં ઘરની અછત દૂર કરવા માટે સસ્તા ઘરની વ્યાખ્યા બદલવામાં આવી છે. મેટ્રો શહેરમાં 650 ચોરસ ફુટના ઘર સસ્તા ઘરની શ્રેણીમાં જયારે નોન-મેટ્રો શહેરમાં આ આકાર 970 ચોરસ ફુટ કરી દેવાયું છે. શરત એ છે કે મકાનની કિંમત 45 લાખ રૂપિયા સુધીની હોય. તેનો મતલબ એ થાય કે 45 લાખ રૂપિયા સુધીના મકાન સસ્તા ઘરની શ્રેણીમાં આવશે.

X
You can buy cheap homes after 1 April 2019 due to low GST but prices may rise again
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી