રોકાણ / નેશનલ પેન્શન સ્કીમમાં 25 વર્ષ સુધી 1 હજાર ભરો, 60 વર્ષે માસિક 5 હજારનું પેન્શન

divyabhaskar.com

Mar 08, 2019, 11:24 AM IST
Under National pension scheme one can get five thousand every month as pension after 60s

 • તમે ચાહો તો તમારા પછી તમારી પત્ની કે પતિને પણ પેન્શન મળતું રહી શકે

યૂટિલિટી ડેસ્ક: તે અન્ય પેન્શન સ્કીમ કરતાં બિલકુલ અલગ છે. 18થી 60 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ તેમાં સામેલ થઇ શકે છે. પેન્શન સ્કીમ રુલ્સ હેઠળ તમે તેમાંથી કેટલીક રકમનો ઉપાડ પણ કરી શકો છો. બાકીની જમા રકમ પર તમને દરમહિને 5 હજારની આસપાસ પેન્શન મળશે. કેન્દ્ર સરકારે આ સ્કીમ તમને ટેક્સ ડિડક્શન બેનિફીટ પણ આપશે. પણ સેલ્સ એમ્પ્લોયને ટેક્સમાં છૂટનો લાભ નહીં મળે. તેની સાથે તમારા પેન્શનમાં સરકારનો ફાળો હવે 10 ટકાથી વધીને 14 ટકા થઇ ગયો છે, તમારા 10 ટકા યથાવત રહેશે.

* એનપીએસને ચાર સેક્ટરમાં વિભક્ત કરાઇ છે:
કેન્દ્રીય કર્મચારીઓ માટે
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે
ખાનગી ક્ષેત્રના કર્મીઓ અને
સામાન્ય નાગરિકો માટે

* દેશની કોઇપણ સરકારી બેન્કમાં આ રીતે ખાતું ખોલાવી શકાય છે
દેશભરમાં પોઇન્ટ ઓફ પ્રેઝેન્સ (પીઓપી) બનાવાયા છે, જેમાં એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકાય છે. દેશની લગભગ તમામ સરકારી અને ખાનગી બેન્કોને પીઓપી બનાવાઇ છે. તમે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ની વેબસાઇટ પર જઇને પોઇન્ટ ઓફ પ્રેઝેન્સ સુધી પહોંચી શકો છો. તે માટે https://www.npscra.nsdl.co.in/pop-sp.php લિંક પર ક્લિક કરો.

* આ દસ્તાવેજો જોઇશે
એડ્રેસ અને આઇડેન્ટિટી પ્રૂફ તરીકે આધાર, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે.
જન્મનાં પ્રમાણ-પત્રના રૂપમાં ધોરણ 10નું સર્ટિફિકેટ.
સબ્સક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને આપવાનું રહેશે.

* પેન્શનનું ગણિત આ રીતે સમજો
તમે 60 વર્ષની વય સુધી તેમાં 10 લાખ રૂપિયા જમા કર્યા છે. તેમાંથી તમારે 4 લાખ રૂપિયાનો એક એન્યૂટી પ્લાન ખરીદવો ફરજિયાત છે. બાકીના 6 લાખ ઉપાડી શકો છો. તાહો તો સમગ્ર 10 લાખનો એન્યૂટી પ્લાન ખરીદી લો. તે સમયે એન્યૂટીનો વ્યાજ દર માની લો કે 6 ટકા ચાલે છે. તો વીમા કંપની તમારી પાસેથી 10 લાખ રૂપિયા લઇને તમને આજીવન દર વર્ષે 60,000 એટલે કે દર મહિને 5,000 રૂપિયા આપશે. એન્યૂટી પ્લાનના ઘણાં રૂપો છે, તમે ચાહો તો તમારા પછી તમારી પત્ની કે પતિને પણ પેન્શન મળતું રહી શકે છે.

X
Under National pension scheme one can get five thousand every month as pension after 60s
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી