તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલથી નાની બચતના વ્યાજમાં વધારો થઈ શકે, સિનિયર સિટિઝન્સ અને ખેડૂતોને ફાયદો મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર 2018માં વિવિધ બચત યોજનાના દરમાં 0.30%થી 0.40%નો વધારો કરાયો હતો
  • પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાના વ્યાજદરને 4%ના દરે જાળવી રખાયું  

નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દેશના ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારના આર્થિક રીતે નબળા તથા ખેડૂતોમાં લોકપ્રિય એવી લઘુ બચત યોજનાના વ્યાજદર વધારવાનું વિચારી રહી છે. નાણામંત્રાલય હાલમાં તેનું મૂલ્યાંકન કરી રહી છે. ઇપીએફના દર 8.65% કર્યા બાદ નાની બચત યોજનાના દરમાં વધારો કરવાનું આયોજન છે. રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં ઘટાડા બાદ બેન્કો લોનનું વ્યાજ ઘટાડે તેમ મનાઈ રહ્યું છે ત્યારે ઇપીએફઓ દ્વારા બજારની ધારણાથી વિરુદ્ધ 0.10% વ્યાજદર વધાર્યું છે. આથી આ દર વધી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરાયો હતો. 

 

માત્ર પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાના વ્યાજદરને 4%ના દરે જાળવી રખાયું

નાની બચત યોજનાના વ્યાજદરની દર ત્રણ માસે સમીક્ષા કરાઈ છે. ગયા વર્ષે સરકારે ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સપ્ટેમ્બર 2018માં વ્યાજદરમાં વધારો કર્યો હતો. વિવિધ બચત યોજનાના દરમાં 0.30%થી 0.40%નો વધારો કરાયો હતો. માત્ર પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાના વ્યાજદરને 4%ના દરે જાળવી રખાયું હતું. 

 

* હાલના વ્યાજદર 
PPF-NSC - 8% 
સુકન્યા સમૃદ્ધિ - 8.5% 
સિનિ.સિટિઝન - 8.7% 
પોસ્ટ ઓફિસ - 4%

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો