બેંકિંગ / એસબીઆઈ ગ્રાહકોને બચત ખાતા પર 6.25 ટકા વ્યાજ મળશે, નવા દર 1 મેથી લાગુ થશે

divyabhaskar.com

Mar 11, 2019, 02:55 PM IST
sbi to link saving deposits loan pricing to repo rate from 1 may

યૂટિલિટી ડેસ્ક: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ સેવિંગ્સ ખાતા અને શોર્ટ ટર્મ લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે. એસબીઆઈના બચત ખાતા પર 3.50 ટકા વાર્ષિક દરે વ્યાજ મળે છે. જયારે રિઝર્વ બેંક તરફથી રેપો રેટ 6.25 ટકા નક્કી કરાયો છે. નવા નિર્ણય પછી બચત ખાતાઓ પર વ્યાજ દર 2.75 ટકા વધી જશે. નવો નિર્ણય 1 મે 2019થી લાગુ થશે. આવું કરનાર એસબીઆઈ દેશની સૌથી પહેલી બેંક બની ગઈ છે.

ખાતામાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા રાખવા પડશે
બચત ખાતા પર વધુ વ્યાજ મળશે
એસબીઆઈના બચત ખાતા પર 3.50 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળે છે. જયારે રિઝર્વ બેંક તરફથી રેપો રેટ 6.25 ટકા નક્કી કરાયો છે. એસબીઆઈના નવા નિર્ણય બાદ બચત ખાતા પર વ્યાજ દર 2.75 ટકા વધીને 6.25 ટકા થઇ જશે. જોકે આ લાભ એ જ લોકોને મળશે જેમના ખાતામાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયા જમા છે. આ સિવાય નવો નિર્ણય લાગૂ થયા બાદ શોર્ટ ટર્મ લોનના વ્યાજદર ઘટવાની પણ સંભાવના છે.

ગ્રાહકોને રેપો રેટમાં બદલાવ થવા પર તરત લાભ મળશે
ભારતીય રિઝર્વ બેંક તરફથી સમય-સમય પર રેપો રેટમાં બદલાવ કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો અને વધારાથી નુકસાન થાય છે. પણ ઘણીવાર રેપો રેતમાં ઘટાડાનો ફાયદો બેંક પોતાના ગ્રાહકોને આપતી નથી. જેથી ગ્રાહકોનું નુકસાન થાય છે. તેને જોતા એસબીઆઈએ પોતાના બચત ખાતાઓને શોર્ટ ટર્મ લોનને રેપો રેટ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે. આવું થવાથી બેંકના ગ્રાહકોને મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.

આરબીઆઇએ તાજેતરમાં જ રેપો રેટ ઘટાડ્યો છે
ભારતીય રિઝર્વ બેંકે ગયા મહિને સમિતિની મળેલી બેઠક બાદ રેપો રેટમાં 25 બેઝ પોઈન્ટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઇના આ પગલાં પછી બેંકો પર લાગૂ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું દબાણ બનેલું છે. કેટલીયે બેંક વ્યાજ દરમાં 5થી 10 બેઝીઝ પોઇન્ટનો પણ ઘટાડો કરી ચૂકી છે. ત્યાં જ કેટલીયે બેંક વ્યાજ દરમાં કાપ મુકવાની યોજના બનાવી રહી છે.

X
sbi to link saving deposits loan pricing to repo rate from 1 may
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી