તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Reserve Bank Of India Extends KYC Compliance Norms By Six Months For E Wallet Companies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈ-વોલેટમાં તમારું કેવાયસી કરાવવાનું બાકી હોય તો ચિંતા નહીં, RBIએ વધુ 6 મહિનાનો સમય આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ દેશમાં કાર્યરત ઈ-વોલેટ કંપનીઓને મોટી રાહત આપી છે. આ ઈ-વોલેટ કંપનીઓને પોતાના ગ્રાહકોનું કેવાયસી કરાવવા માટે વધુ 6 મહિનાનો સમય આપ્યો છે. આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો પેટીએમ અને એમેઝોન સહિતની મોટી ઈ-વોલેટ કંપનીઓને થશે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા બેંકો માટે ગ્રાહકોનું કેવાયસી કરાવવું ફરજીયાત કરાયું છે. 

 

મોટી સંખ્યામાં ગ્રાહકોનું કેવાયસી હજુ પણ બાકી 

  • આરબીઆઇએ પ્રિપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ)નું કામ કરતી કંપનીઓને તેમના ગ્રાહકોના કેવાયસી કરાવવાની સૂચના આપી હતી. આ માટે આરબીઆઇએ 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો હતો પણ આ ડેડલાઈન સુધીમાં કંપનીઓ મોટી સંખ્યામાં પોતાના ગ્રાહકોના કેવાયસી કરાવી શકી નથી. 
  • આ પછી કંપનીઓએ આરબીઆઇ પાસે કેવાયસી કરાવવા માટે વધુ સમય આપવાની માંગ કરી હતી. કંપનીઓની આ માંગ પછી આરબીઆઇએ તેમને કેવાયસી કરાવવા માટે વધુ 6 મહિનાનો સમય આપી દીધો છે. સાથે જ આરબીઆઇએ આ કંપનીઓને કેવાયસી પૂરા કરાવવા માટે વૈકલ્પિક સાધનોના ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.

કેવાયસી શું છે?
કેવાયસી આરબીઆઇ દ્વારા સંચાલિત એક ઓળખ પ્રક્રિયા છે જેની મદદથી બેંક અને અન્ય ફાઇનાન્સિયલ સંસ્થાઓ પોતાના ગ્રાહકોને વધુ સારી રીતે ઓળખી શકે છે. કેવાયસી એટલે 'નો યોર કસ્ટમર' એટલેકે પોતાના ગ્રાહકોને જાણો. બેંક તથા ફાયનાન્સિયલ કંપનીઓ આ માટે કસ્ટમર પાસે ફોર્મ ફાઈલિંગ કરાવે છે તથા પૂરતા ઓળખપત્ર પણ લે છે. 

 

આ કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે
આરબીઆઇ તરફથી કેવાયસી પૂર્ણ કરાવવા માટે વધુ 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેનાથી સૌથી વધુ ફાયદો પેટીએમ, મોબીકવિક, ફ્લિપકાર્ટ, ફોનપે અને એમેઝોન પે સહિતની કંપનીઓને થશે. આ કંપનીઓ ફાયનાન્સિયલ લેણ-દેણ સિવાય ગુડ્ઝ ખરીદીના કામમાં પણ સંકળાયેલી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો