તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Paytm Payment Bank Launches Zero Balance Current Account To Benefit Four Crore Enterprise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં 0 બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકાશે, અનલિમિટેડ વખત રૂપિયા જમા કરાવી શકશો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: પેટીએમ પેમેંટ્સ બેંક પોતાના ગ્રાહકો માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા લઈને આવ્યું છે. આ કરંટ સેવિંગ એકાઉન્ટ હેઠળ અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન અને ફ્રી ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ મળશે. આ નવું ફીચર એવી વ્યક્તિએ, નાના વેપારીઓ અને નાના ધંધાદારીઓ માટે શરુ કરાયું છે જે બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખી શકતા નથી.

1) મિનિમમ બેલેન્સ ન રાખનારને ફાયદો થશે

પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પહેલેથી જ બચત ખાતાની સુવિધા આપી રહ્યું છે, જેમાં કોઈ મિનિમમ એમાઉન્ટ રાખવાની શરત નથી. બેન્કનું લક્ષ્ય ભારતના 4 કરોડથી વધુ લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને બેન્કિંગ સુવિધા આપવાનો છે જેમની પાસે ફ્રી સેવિંગ્સ એકાઉન્ટની સુવિધા નથી.

ચાલુ ખાતાની આ સુવિધાઓ લોકોને, સોલ પ્રોપ્રાઇટર્સ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો તથા મોટા કોર્પોરેટ સંગઠનો માટે મળી શકશે. ગ્રાહક જેટલી વાર ઈચ્છે આ ખાતામાં પૈસા જમા કરાવી શકે છે અને આ માટે તેમને કોઈ ચાર્જ પણ ચૂકવવો પડશે નહીં. દિવસના અંતમાં ગ્રાહકના ચાલુ ખાતાની બેલેન્સ 1 લાખથી વધી જશે તો તે આપમેળે પોતાના પાર્ટનર બેંકના કરંટ એકાઉન્ટમાં પહોંચી જશે. ગ્રાહક પાર્ટનર બેન્કના એકાઉન્ટમાં હાજર રકમને કોઈપણ સમયે ઉપાડી શકે છે.

પેટીએમ પેમેંટ્સ બેંકમાં કરંટ સેવિંગ એકાઉન્ટ ખોલાવનાર ગ્રાહક વિના કોઈ ફીસ કે બેન્કિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે. આ સાથે જ તેમને પોતાના એકાઉન્ટને ઓપરેટ કરવા માટે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પણ મળશે, જે સુરક્ષિત અને મજબૂત ટેક્નોલોજીથી સજ્જ થશે.

સૌથી પહેલા તમારે પેટીએમ એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું પડશે 

 

 • આ પછી એપ ખોલી અને પછી બેન્ક એકાઉન્ટ આઇકન પર ક્લિક કરો 
 • હવે ધ્યાનથી નિયમો અને શરતો વાંચો અને પછી આગળની પ્રક્રિયા માટે ટેપ કરો 
 • પાસકોડ સેટ કરો અને પછી કન્ફર્મ કરો 
 • આ પછી તમારો આધાર કાર્ડ નંબર નાખો ને આગળ વધો 
 • તમામ જરૂરી જાણકારી આપ્યા બાદ તમારે એક નોમિનીનું નામ આપવું પડશે અથવા તમારે “I don’t want to add a nominee” નો વિકલ્પ પસંદ કરી શકો છો. 
 • આ પછી તમારે તમારું એડ્રેસ એડ કરવું પડશે. જો તમે પેટીએમથી શોપિંગ કરી છે તો પહેલેથી જ હાજર એડ્રેસ દેખાશે અથવા પછી એક નવું એડ્રેસ પણ નાખી શકો છો.
 • જો તમે એક કેવાયસી ગ્રાહક છો તો તમારે કઈ કરવાની જરૂર પડશે નહીં અને તમારું એકાઉન્ટ થોડી જ મિનિટોમાં ખુલી જશે. 
 • કેવાયસી ના હોય તેવા લોકોને તમામ જરૂરી જાણકારી પુરી પાડવી પડશે અને પેટીએમના પ્રતિનિધિ દ્વારા તેનું વેરિફિકેશન કરાવ્યા બાદ સેવિંગ એકાઉન્ટ ખુલી શકે છે.   

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો