યોજના / માતૃત્વ વંદના યોજના: જે મહિલા પહેલીવાર માતા બનતી હોય તેને સરકાર 6 હજાર રૂપિયાની મદદ આપશે

divyabhaskar.com | Updated - Mar 11, 2019, 06:56 PM
Government will be giving cash six thousand rupees cash to those women who are pregnant first time

યૂટિલિટી ડેસ્ક: જો મહિલા પહેલીવાર માતા બની રહી છે તો કેન્દ્ર સરકાર તે માટે 6 હજાર રૂપિયાની સહાય આપે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના અથવા પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાયતા યોજનાનો લાભ દરેક વર્ગ જાતિની મહિલાઓને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ગર્ભવતી મહિલાઓને સમય પર ટીકાકરણ તથા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે.

* 60 લાખ મહિલાઓને ફાયદો મળી ચુક્યો છે
આંગણવાડી કેન્દ્રમાં જ રજિસ્ટ્રેશન થઇ જશે
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના રજીસ્ટ્રેશન માટે તમારે આંગણવાડી કેન્દ્ર (એડબ્લ્યૂસી) અથવા તમારા નજીકના સ્વીકૃત સ્વાસ્થ્ય સુવિધાના માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન માટે આવેદન પત્ર સીધા જ આંગણવાડી કેન્દ્રોથી પ્રાપ્ત કરી શકાય છે. નિઃશુલ્ક સ્વાસ્થ્ય કેન્દ્રથી પણ તમે આવેદન પત્ર લઇ શકો છો અથવા પછી તમે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ યોજનાનો લાભ અત્યાર સુધી 60 લાખ મહિલાઓને મળી ચુક્યો છે.

આ રીતે રજીસ્ટ્રેશન કરાવો
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ મળતો લાભ ત્રણ ભાગમાં મળશે. આ માટે ત્રણ અલગ-અલગ ફોર્મ ભરવાના રહેશે. આ ફોર્મ છે - 1-એ, 2-બી અને 3-સી. પહેલીવાર રજીસ્ટ્રેશન માટે તમારે આંગણવાડી કેન્દ્ર અથવા સ્વીકૃત સ્વાસ્થ્ય કેન્દ્રમાં ફોર્મ - 1-એ જમા કરાવવું પડશે. બીજો અને ત્રીજો ભાગ મેળવવા માટે લાભાર્થીએ નિયમિત સમયે ફોર્મ 1-બી અને 1-સી જમા કરાવવું પડશે.

X
Government will be giving cash six thousand rupees cash to those women who are pregnant first time
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App