ટ્રાન્સફર / હવે નોકરી બદલવાથી પીએફ(PF) ટ્રાન્સફર માટે અરજી કરવી જરૂરી નથી, પૈસા આપમેળે ટ્રાન્સફર થશે

divyabhaskar.com | Updated - Mar 20, 2019, 03:43 PM
epf transfer on job change to become automated from next year

યુટિલિટી ડેસ્ક: નોકરી બદલવાથી હવે પીએફ ટ્રાન્સફર માટે અરજી નહીં કરવી પડે. શ્રમ અને રોજગાર મંત્રાલયના એક અધિકારીએ આપેલ વિગત મુજબ હવે આ પ્રક્રિયાને ઓટોમેટિક કરવામાં આવી રહી છે. હાલમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન) હોવાને કારણે નોકરી બદલવાથી પીએફ ટ્રાન્સફર માટે ઓનલાઇન અરજી કરવી પડતી હતી. ઈપીએફઓ પાસે દર વર્ષે આશરે 8 લાખ અરજીઓ આવતી હતી.

  • અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓટોમેશનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ઇપીએફઓના તમામ ખાતાધારકો માટે આગામી વર્ષે આ સુવિધા લોન્ચ કરવામાં આવશે. બાદમાં જયારે નવી કંપની પીએફને યુએન સાથે ડિપોઝિટ કરશે ત્યારે ખાતામાં જમા કરવામાં આવેલી જૂની રકમ આપમેળે ટ્રાન્સફર થશે.

કાગળરહિત (પેપરલેસ) સંગઠન બનવાનો પ્રયાસ:

  • ઇપીએફઓએ પેપરલેસ સંગઠન બનવાના ટાર્ગેટને એચિવ કરવા સી-ડેકને તેના પ્રક્રિયાના અભ્યાસનું કામ સોંપ્યું છે. 80 ટકા કામ હવે ઓનલાઇન થઈ રહ્યું છે. ટાર્ગેટ એચિવ કરવા બદલાતી નોકરી પર ઇપીએફ આપમેળે ટ્રાન્સફર થવું તે મહત્વપૂર્ણ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, નવા એમ્પ્લોયર જેટલું જલ્દી માસિક ઇપીએફ વળતર ફાઇલ કરશે, એટલું જલ્દી અગાઉના ઈપીએફ અને તેના પર મળતું વ્યાજ ટ્રાન્સફર થઇ જશે.
  • વધુમાં એમ પણ જણાવ્યું કે, ઓટોમેટિક ઈપીએફ ટ્રાન્સફર થવાથી નોકરી બદલનાર સભ્યોને ઘણો લાભ થશે કારણકે એ પ્રક્રિયા યુએએન ખાતા જેવી સરળ થઈ જશે. કર્મચારી પોતાનું પદ કે નોકરી બદલશે તેનાથી કોઈ ફરક નહીં રહે, ઈપીએફમાં તે યુએએન દ્વારા પોતાનું યોગદાન મેળવવા સમર્થ હશે. આ સુવિધાનો લાભ કર્મચારીઓ આજીવન લઇ શકશે.

X
epf transfer on job change to become automated from next year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App