2018-19 / પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવા સહિત આ 6 કામ 31 માર્ચ સુધી પતાવી લો, નહીં તો નુકસાની

divyabhaskar.com

Mar 12, 2019, 07:44 PM IST
Complete these six financial works before 31st march otherwise you might have loss

યૂટિલિટી ડેસ્ક: નાણાકીય વર્ષ 2018-19 પૂરું થવાની અણીએ છે અને થોડા જ દિવસો બચ્યા છે. 31 માર્ચ પહેલા તમારે અમુક કામ પૂર્ણ કરી લેવા જોઈએ જેથી આર્થિક નુકસાનીથી બચી શકો.

દંડ અથવા આર્થિક નુકસાનથી બચવા કરી લો આ 6 કામ

1 - પાન કાર્ડને આધાર સાથે લિંક કરી લો: પાન અને આધાર નંબરને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. સરકારે પાછલા વર્ષે 30 જૂન 2018 પછી તેને વધારીને 31 માર્ચ કરી આપી હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા જરૂરી કામ પાન કાર્ડથી જ પૂર્ણ થાય છે. 31 માર્ચ પહેલા પાનને આધાર સાથે લિંક કરવામાં આવશે નહીં તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 139AA અંતર્ગત તમારું પાન કાર્ડ રદ કરી દેવામાં આવશે

2 - જીએસટી વાર્ષિક રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખ: જીએસટી વાર્ષિક રિટર્ન જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2019 છે. સરકારે તેની તારીખ પણ 31 ડિસેમ્બર 2018થી વધારીને 31 માર્ચ 2019 કરી દીધી હતી. તમામ વેપારીઓએ 31 માર્ચ સુધીમાં પોતાનું વાર્ષિક રિટર્ન જમા કરાવી શકે છે. વાર્ષિક રિટર્ન ફોર્મમાં જીએસટી હેઠળ રજીસ્ટર્ડ વસ્તુઓનું વેચાણ, ખરીદી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ની સંપૂર્ણ જાણકારી આપવાની હોય છે.

3 - 31 માર્ચથી પહેલા ટીવી ચેનલ પેક પસંદ કરી લો: ટ્રાઈની નવી ગાઇડલાઇન્સ મુજબ, કેબલ અને ડીટીએચ યુઝર્સે 31 માર્ચ 2019થી પહેલા પોતાની ફેવરિટ ચેનલને પસંદ કરી લેવાની રહેશે, જો તમે આવું નથી કરતા તો 31 માર્ચ પછી તમારું ટીવી બંધ થઇ જશે.

4 - આઈટીઆર ફાઈલ કરવાનો છેલ્લો ચાન્સ: જો કોઈ કરદાતાએ 2017-18નું રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તેની ડેડલાઈન પણ 31 માર્ચ 2019 છે. જોકે રિટર્ન ફાઈલ કરનારાઓએ 10 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડશે

5 - ફિઝિકલ શેર્સને ડિમેટ કરાવવાની છેલ્લી તારીખ: શેરબજારમાં ઈન્વેસ્ટ કરતા લોકો માટે 31 માર્ચ ઘણી મહત્વની છે. જો તમારી પાસે અત્યારે પણ શેર ફિઝિકલ રીતે પડ્યા છે તો તેને 31 માર્ચ 2019 સુધી ડિમેટમાં કન્વર્ટ કરાવી લો. 31 માર્ચ સુધી શેર્સને ડિમેટમાં કન્વર્ટ ન કરાયા તો નિયમો મુજબ શેર્સને વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

6 - ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવાની છેલ્લી તારીખ: જો તમે 80 સી હેઠળ ઈન્વેસ્ટ કર્યું છે અને તેના પર ટેક્સ છૂટ ઈચ્છો છો તો 31 માર્ચ સુધી તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવા પડશે જેથી તમને ટેક્સ છૂટનો લાભ મળી શકે. 31 માર્ચ સુધી ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ જમા કરાવવામાં ન આવે તો તમારી આવક પર ટેક્સ કાપવામાં આવશે.

X
Complete these six financial works before 31st march otherwise you might have loss
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી