તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક SUVનો ઇન્શ્યોરન્સ એક ફેમિલી કારની તુલનામાં મોંઘો હોય, કાર ઇન્શ્યોરન્સ લેતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: કાર ઇન્શ્યોરન્સ એવી પોલિસી છે જે તમને, તમારી કાર કે થર્ડ પાર્ટીને અકસ્માત કે ચોરીની સ્થિતિમાં થયેલા નુકસાનની ભરપાઇ કરે છે. સાથે જ તમને વ્યક્તિગત અકસ્માત વીમો પણ આપે છે. કાર ઇન્શ્યોરન્સની કિંમત વીમામાં સામેલ જોગવાઇઓના આધારે હોય છે. ઇન્શ્યોરન્સ લેતા પહેલાં જો તમે પોતાની જરૂરિયાતને જાણી લો તો બરોબર બચત કરી શકશો. ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કારની કિંમત ઉપરાંત કારના પ્રકાર પર પણ નિર્ભર કરે છે. એક એસયુવીનો ઇન્શ્યોરન્સ એક ફેમિલી કારની તુલનામાં મોંઘો હોય છે. ઉપરાંત સીએનજીવાળી કાર માટે પણ વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે. 

 

* થર્ડ પાર્ટી વીમો: આ તમારા દ્વ્રારા કોઇ ત્રીજી વ્યક્તિના જીવ કે તેની સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઇ કરે છે. દરેક વાહન માટે જરૂરી. 
* અકસ્માત વીમો: તેમાં અકસ્માતની સ્થિતિમાં તમારા વાહનને થયેલા નુકસાનનું કવરેજ હોય છે. જોકે ચોરી કે હિંસાની સ્થિતિમાં થયેલા નુકસાનમાં આ કવર હોતું નથી. 
* કોમ્પ્રિહેન્સિવ કવરેજ: આ પોલિસીમાંં અકસ્માતની સાથે ચોરી, રમખાણોમાં થયેલા નુકસાનની સાથે જ ડ્રાઇવરનો અકસ્માત વીમો પણ સામેલ છે. તમે એમાં એસેસરીઝ અને એન્જિનના નુકસાનને પણ સામેલ કરી શકો છો. તે સિવાય તમે ઇચ્છો તો ઝીરો ડિપ્રિસિએશનનો વિકલ્પ પસંદ કરી શકો. 
* કાર ઇન્શ્યોરન્સ ક્યારે લાગુ નથી થતો: જ્યારે કારની પોલિસી લેપ્સ થઇ ગઇ હોય, જો ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય, જો ડ્રાઇવરે દારૂ કે ડ્રગ્સનું સેવન કરેલું હોય, ઓઇલ લીકેજથી એન્જિનને નુકસાન થયું હોય, કંપનીના નિયમો ન માનવાથી કારને નુકસાન થયું હોય. 
* નો ક્લેમ બોનસ: જે વર્ષે તમે કોઇ પણ પ્રકારનો વીમા ક્લેમ ન લીધો હોય તો તમે નો ક્લેમ બોનસના હકદાર હોવ છો. તમને નવા વર્ષના પ્રીમિયમમાં છૂટના રૂપમાં તે મળે છે. જે 10થી 50 ટકા સુધી હોઇ શકે છે અને દર વર્ષે વધતો જાય છે. અહીં એ જાણવું જરૂરી છે કે વિવિધ વીમા કંપનીઓ ગ્રાહકોને અનેક પ્રકારની છૂટ પણ આપે છે. જો સમજી વિચારીને વીમા કંપનીની પસંદગી કરો છો તો તમે પૈસા બચાવી શકો છો. તમને ઇન્શ્યોરન્સ ક્લેમની ચૂકવણીના પ્રકાર અંગે પણ માહિતી હોવી જોઇએ કારણ કે તે સૌથી મહત્ત્વનું છે. દરેક ગ્રાહક ઇચ્છે છે કે તેના દાવાનું સમાધાન સહેલાઇથી થઇ જાય. વિવિધ કંપનીઓની ક્લેમ સમજૂતીના પ્રકારમાં ફેર હોય છે, તેથી તે અંગે પણ સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઇએ. 

* કેશલેસ સુવિધા: તમને ઘણી કંપનીઓ આવી સુવિધા આપે છે. જેમાં કોઇ પણ નુકસાનની સ્થિતિમાં તમને સંબંધિત ગેરેજમાં વાહન મૂકીને આવવું પડે છે અને ક્લેમ કંપનીઓ સીધા ગેરેજને આપી દે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો