નવી પહેલ / મોડી રાતે વાહન ન મળે તો 100 નંબર ડાયલ કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે

divyabhaskar.com

Mar 09, 2019, 11:57 AM IST
Ahmedabad Police will pick and drop women safely if they do not find vehicle late night

 • મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસની એક નવી પહેલ
 • પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે
   

અમદાવાદ: મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે.

કોઈ વાહન મળતું ન હોય ત્યારે મહિલા પોલીસને 100 નંબર પર ફોન કરી શકે

ટિ્વટર પર અમદાવાદ પોલીસે કરેલી જાહેરાત અનુસાર શહેરની કોઈપણ મહિલા રાતના સમયે ઘરની બહાર હોય અને તેને ઓટોરિક્ષા ટેક્સી કે કેબ કે અન્ય કોઈ વાહન મળતું ન હોય ત્યારે મહિલા પોલીસને 100 નંબર પર ફોન કરી શકે છે. 100 નંબર પર ફોન કરવાથી પીસીઆર વાન તેમનો કોલ રીસિવ કરશે અને તેમને આ પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે. મહિલાદિન નિમિત્તે અમદાવાદ પોલીસે કરેલી આ જાહેરાતને મહિલાઓએ વધાવી લીધી હતી.

X
Ahmedabad Police will pick and drop women safely if they do not find vehicle late night
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી