સ્કીમ / સરકાર 31 માર્ચ સુધી 1 લાખ કરોડ રૂપિયાની લોન વહેંચશે, આ રીતે કરી શકો એપ્લાય

divyabhaskar.com

Mar 15, 2019, 02:53 PM IST
mudra loan is available for your business and start ups by 31st march

યૂટિલિટી ડેસ્ક: મુદ્રા સ્કીમ અંતર્ગત બેન્ક 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. બજેટ 2018-19માં સરકારે આ વર્ષે લગભગ 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ રિપોર્ટ્સ બતાવે છે કે ફેબ્રુઆરીના અંત સુધી માત્ર 2 લાખ કરોડ રૂપિયાની જ લોન આપી શકાઈ છે, માટે બેન્કોને માર્ચ મહિના સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો ટાર્ગેટ છે. એવામાં, તમે જો બિઝનેસ લોન ઇચ્છતા હોય તો તમે 31 માર્ચ પહેલા બેન્કને સંપર્ક કરી શકો છો.

50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે
તમે 3 પ્રકારની લોન લઇ શકો
મુદ્રા સ્કીમને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 50 હજાર રૂપિયા સુધીની લોન કેટેગરીને શિશુ, 50 હજારથી વધુ અને 5 લાખથી ઓછી રકમ માટે કિશોર અને 5 થી 10 લાખ રૂપિયા સુધીની લોનને તરુણ કહેવામાં આવે છે.

દસ્તાવેજોનું ધ્યાન રાખો
જો તમે નવો બિઝનેસ શરુ કરવા માંગતા હોય તો તમે એ ચોકસાઈ કરી લો કે એજ્યુકેશનલ, ટેક્નિકલ અથવા પ્રોફેશનલ એજ્યુકેશન સાથે જોડાયેલા દસ્તાવેજો છે કે નહીં. આ દસ્તાવેજોને લોન એપ્લિકેશન સાથે લગાવો. પણ જો તમે બિઝનેસ વધારવા માંગતા હોય તો દસ્તાવેજોનું ખાસ ધ્યાન રાખો. તમારી બેલેન્સ શીટ, ટેક્સ સર્ટિફિકેટ, બિઝનેસ કે સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે ચેક કરીને એટેચ કરો.

એપ્લાય કરતી વખતે ધ્યાન રાખવું
જયારે તમે લોન માટે એપ્લાય કરતા હોય તો આ ધ્યાન રાખવું કે જે ક્ષેત્રમાં તમારો બિઝનેસ શરુ કરવા ઈચ્છો છો તેનું તમને પૂરતું નોલેજ હોય નહીં તો તમારી એપ્લિકેશન કેન્સલ થઇ શકે છે.

બેન્ક સ્ટેટમેન્ટનું ધ્યાન રાખો
મુદ્રા લોન લેતી વખતે તમારે તમારા બેન્ક સ્ટેટમેન્ટનું પણ ધ્યાન રાખવું પડશે. એવામાં જો સ્ટેટમેન્ટમાં કોઈ ગડબડી દેખાય તો બેન્ક તમને મુદ્રા લોન આપવાની ના પાડી શકે છે.

ક્રેડિટ હિસ્ટ્રીનું ધ્યાન રાખો
જો તમે મુદ્રા લોન લેવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા એ ધ્યાન રાખો કે બેન્ક અન્ય અનસિક્યોર્ડ લોનની જેમ તમારી ક્રેડિટ હિસ્ટ્રીનું ખાસ ધ્યાન રાખે છે. માટે તમે સૌથી પહેલા એ ખાતરી કરી લો કે તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સ્મયસર કર્યું છે કે નહીં. મુદ્રા લોન એપ્લાય કરતા પહેલા તમારો સિવિલ સ્કોર સારો કરવાનો પ્રયત્ન કરવો.

યોગ્યતા શું છે?
કોઈપણ ભારતીય નાગરિક, જે વેપાર શરુ કરવા જઈ રહ્યું હોય અને જેને 50000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોનની જરૂર હોય. તે મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેન્ક અને એનબીએફસી ઉધાર લઇ શકે છે. આ માટે વધુ જાણકારી www.mudra.org.in પર મેળવી શકાય છે. આ વેબસાઈટ પર મુદ્રા લોન માટે ઓનલાઇન આવેદન પણ કરી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ્સ:

 • આધાર કાર્ડ
 • બિઝનેસ પ્રપોઝલ
 • રેસિડેન્સ પ્રમાણ પત્ર
 • લેટેસ્ટ ફોટો
 • ખરીદી માટે મશીન અને અન્ય સામાનનું ક્વોટેશન
 • સપ્લાયરનું નામ અને મશીનની કિંમત
 • ઓળખપત્ર / બિઝનેસ એડ્રેસ
 • જાતિ પ્રમાણ પત્ર (SC/ST/OBC માટે)
X
mudra loan is available for your business and start ups by 31st march
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી