તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલુ વર્ષે 16,771 યુવાનોને રોજગારી મળશે, પોલીસ ભરતી બોર્ડની જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યનાં વધુ 7731 બેરોજગાર યુવક-યુવતીઓને પોલીસ ખાતામાં નોકરી મળશે. અત્યારે ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા 50 હજાર અને એસઆરપીના જવાનોની સંખ્યા 51 હજાર મળીને ગુજરાત પોલીસનું સંખ્યાબળ એક લાખ કરતાં પણ વધારે છે. વર્ષ 2018માં સૌથી વધારે 17,500 પોલીસ કર્મચારીઓની એકસાથે પોલીસ ખાતામાં ભરતી કરાઈ હતી. આ તમામ ભરતીઓમાં આરક્ષણના નિયમ પ્રમાણે 33 ટકા મહિલાઓ પણ રાખવામાં આવી છે. તેના કારણે છેલ્લાં 5 વર્ષમાં પોલીસ ખાતામાં મહિલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. 

હાલમાં રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા વધુ 9 હજાર પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 1 મહિનામાં આ તમામને ભરતીનો ઓર્ડર મળી જશે. ત્યાર બાદ તેમની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. પહેલાં 9 હજાર પોલીસ કર્મચારીની ટ્રેનિંગ શરૂ થશે. ત્યાર બાદ વધુ 7300 પોલીસ કર્મચારીની ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રક્રિયા શરૂ કરાશે. ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 241 PSIની પણ સીધી ભરતી માટે પ્રકિયા શરૂ કરાશે. આ સાથે ખાતાકીય PSIની 190 જગ્યા માટે પણ ભરતી થવાની છે. આ તમામ ખાલી રહેલી જગ્યાની જાણકારી સરકાર દ્વારા વિધાનસભામાં અપાઇ હતી.

છેલ્લાં 5 વર્ષમાં 50 હજાર યુવાનોને પોલીસમાં નોકરી મળી 
છેલ્લાં 5 વર્ષમાં 50 હજાર બેરોજગાર યુવક-યુવતીઓને રાજ્યનાં પોલીસ ખાતામાં નોકરી મળી છે. આગામી વર્ષમાં વધુ 16,731 યુવાનોને  નોકરી મળવા જઇ રહી છે. જોકે પોલીસ ખાતામાં હાલમાં ભરતી થઈ રહેલા કોન્સ્ટેબલોને 5 વર્ષ સુધી માસિક ફિક્સ 19,500 પગાર ચૂકવવામાં આવે છે. ત્યાર બાદ તેમને કાયમી ધોરણે પગાર ચૂકવવામાં આવશે.