એનાલિસિસ / મોદીની આવી આંધી કેમ? સવાલ-જવાબમાં જાણો 8 કારણો

why Modi huge victory in 2019 general election, know in 8 reason
X
why Modi huge victory in 2019 general election, know in 8 reason

DivyaBhaskar.com

May 25, 2019, 11:41 AM IST

નવનીત ગુર્જરઃ લોકસભા ચૂંટણી પરિણામોમાં મોદીની આંધી સ્પષ્ટ જોવા મળી. કોંગ્રેસ 44થી વધીને 52 સુધી આવ્યાં, પણ કંઈ ખાસ ઉકાળી ન શક્યા. કે એમ કહીએ કે ઘણું જ ખરાબ પ્રદર્શન રહ્યું કોંગ્રેસનું. સવાલ જવાબમાં સમજો આ પરિણામને... 

મોદીની આવી આંધી કેમ?

રાષ્ટ્રવાદ ખૂબ ચાલ્યો. કેમકે મોદી પર લોકોનો વિશ્વાસ છે, એટલે જ રાષ્ટ્રવાદને પાંખ લાગી ગઈ.

2. સિંધિયા તેમના ક્ષેત્રમાં કોંગ્રેસ, ભાજપ અને બાકી બધી વસ્તુઓથી ઉપર છે છતાં કેમ હાર્યા?

આ તેમનો અતિ આત્મવિશ્વાસ, થોડું અભિમાન અને વાતને અવગણવાના સ્વભાવને કારણે થયું. આ હાર એટલા માટે પણ ચોટદાર છે કેમકે સિંધિયા પરિવારનો કોઈ પણ વ્યક્તિ આ પહેલાં મધ્યપ્રદેશમાં હાર્યા નથી, ન રાજમાતા કે ન માધવરાવ. માધવરાવ સિંધિયાએ તો એક વખત અટલજીને પણ હરાવ્યાં છે. રાજમાતા એક વખત ચૂંટણી જરૂર હાર્યા હતા, પરંતુ મધ્યપ્રદેશથી નહીં, રાયબરેલીથી. જ્યોતિરાદિત્ય પોતે પણ 2014ની આંધીમાં જીતી ગયા હતા. પરંતુ આ વખતે ભાજપના સામાન્ય ઉમેદવાર (ડૉ. કેપી યાદવ) સામે હારી ગયા છે. તે પણ તેની સામે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. 

3. બેગુસરાયમાં કન્હૈયા કુમાર કેમ હાર્યા અને અમેઠીમાં રાહુલ ગાંધી કેમ ફસાયા?

બેગુસરાયમાં નકારાત્મક અને સકારાત્મક રાષ્ટ્રવાદની લડાઈ હતી. ત્યાં પણ ગિરિરાજ સિંહ નહીં, મોદી જ હાવી રહ્યાં. જ્યાં સુધી અમેઠીનો સવાલ છે, હવે પારિવારિક સીટનો જમાનો વીતી ગયો છે. ફરી રાહુલ અને તેમના સલાહકારોને ડર કહો કે અણસમજ, કે તેઓ વાયનાડ ચાલ્યાં ગયા. અમેઠીની ચિંતા તમે નહીં કરો તો તેઓ તમારી શું કામ કરે. તેઓને અમેઠી પર વિશ્વાસ ન હતો અને તે જ થયું. 

4. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જ્યાં હાલમાં જ ભાજપ હાર્યુ હતું, ત્યાં શું થયું?

વિધાનસભામાં ભાજપ હાર્યુ હતું. લોકસભામાં મોદી જીતી ગયા. તેમનો રાષ્ટ્રવાદ જીતી ગયો. લોકોનો મોદી પર વિશ્વાસ જ તેમની તાકાત છે.

5. રાષ્ટ્રવાદ આટલો જ પ્રભાવી હતો તો કેરળમાં કોંગ્રેસે કેમ સ્વીપ કર્યુ?

કેમકે ત્યાં હિંદુ કાર્ડ નથી ચાલતું. 

6. ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીનો જાદૂ કેમ ન ચાલ્યો?

રાહુલને આગળ રાખવાના ચક્કરમાં કોંગ્રેસ કે તેમનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીને લોન્ચ કરવામાં લેટ થઈ ગયા. જ્યાં સુધી ઉત્તરપ્રદેશનો સવાલ છે, ત્યાં ઘણી જ ચાલાકીથી ભાજપે સપા-બસપાની સાથે કોંગ્રેસને જોડવા ન દીધા. કોંગ્રેસ ત્યાં વોટ કાપવામાં મહત્વનું રહ્યું અને તેનો ફાયદો ભાજપને મળ્યો અને સપા-બસપા ગઠબંધનને તે ન મળ્યું જેની તેમને આશા હતી. રાષ્ટ્રવાદની સામે પ્રિયંકાનો ચહેરો પણ ફિક્કો સાબિત થયો. મોદી વિરૂદ્ધ રાહુલ, પ્રિયંકાનો રોષ પણ કોંગ્રેસ માટે જ મોંઘુ પુરવાર થયું. જેમાં મોદી વિરૂદ્ધ કેટલીક અંગત ટિપ્પણીઓ પણ હતી.

7. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તફાવત કેમ?

પશ્ચિમ બંગાળમાં મોદી અને અમિત શાહ પર અંગત હુમલાઓ થયા. ભાજપની રેલી ન થવા દેવી, તેમના હેલિકોપ્ટરનું લેન્ડિંગ ન થવા દેવું, આ બધું જ નકારાત્મક રહ્યું તેથી જ ત્યાં ભાજપ 18 સીટ પર જીત્યું. બીજી તરફ નવીન પટનાયકે કોઈ નકારાત્મક વાત કરી ન હતી. તેનાથી ઊંધુ મોદીએ ત્યાં નવીનની પ્રશંસા કરી હતી. પરિણામ જુઓ તો- પટનાયક ઓરિસ્સામાં સરકાર બનાવી રહ્યાં છે અને 12 લોકસભા સીટ જીત્યાં છે. 

8. હવે આગળ શું થશે?

કોંગ્રેસનું ફરી બેઠું થવું મુશ્કેલ લાગી રહ્યું છે. કેટલીક રાજ્ય સરકારો પર ગાજ પડી શકે છે. આ પાંચ વર્ષમાં મોદી સરકાર જોરદાર કામ કરશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી