• Home
  • National
  • West Bengal TMC BJP violence Shah modi mamata election commission meet news and updates

રેલીમાં હિંસા / અમિત શાહે કહ્યું- કોલકાતામાં મારા પર 3 હુમલાઓ થયા, TMCનો પ્રતિઆરોપ- ભાજપના લોકોએ જ પથ્થર ફેંક્યા

14 મેનાં રોજ અમિત શાહે ઉત્તર કોલકાતામાં ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હા માટે રોડ શો કર્યો હતો જે બાદ હિંસા ભડકી હતી
મમતા બેનર્જી સહિત TMC નેતાઓએ પોતાના ફેસબુક-ટ્વિટર  ડીપી પર વિદ્યાસાગરજીની તસવીર મૂકી
મમતા બેનર્જી સહિત TMC નેતાઓએ પોતાના ફેસબુક-ટ્વિટર ડીપી પર વિદ્યાસાગરજીની તસવીર મૂકી
અમિત શાહ પર થયેલાં હુમલાના વિરોધમાં ભાજપના નેતાઓએ ધરણાં કર્યા હતા
અમિત શાહ પર થયેલાં હુમલાના વિરોધમાં ભાજપના નેતાઓએ ધરણાં કર્યા હતા
અમિત શાહના રોડ શો બાદ હિંસા
અમિત શાહના રોડ શો બાદ હિંસા
કેટલીક જગ્યાએ આગચંપી અને પથ્થરમારો પણ થયો હતો
કેટલીક જગ્યાએ આગચંપી અને પથ્થરમારો પણ થયો હતો

  • મમતાએ કહ્યું- અમિત શાહ શું ભગવાન છે કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય
  • શાહનો મંગળવારે રોડ શો હતો તે દરમિયાન હિંસા ભડકી અને કાર્યક્રમ અધવચ્ચે જ રોકવો પડ્યો
  • મમતાએ એક રેલીમાં કહ્યું- મોદીથી સાવધાન રહો, તે હિટલરથી પણ ખતરનાક

DivyaBhaskar.com

May 15, 2019, 02:40 PM IST

કોલકાતા/નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોલકાતા રોડ શોમાં હિંસાને લઈને તૃણુમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે અમે શાંતિથી રોડ શો કરી રહ્યાં હતા તેમ છતા અમારા પર ત્રણ હુમલાઓ થયા. અમારી પાસે માહિતી હતી કે યુનિવર્સિટીના કેટલાંક લોકો આવશે અને પથ્થરમારો કરશે. શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાસાગરજીની મૂર્તિ તૃણુમૂલના કાર્યકર્તાઓએ જ તોડી છે. જો CRPF ન હોત તો મારું બચીને આવવું ઘણું જ મુશ્કેલ હતું. દીદીને અપીલ કરું છું કે જો કંઈ છુપાવવું નથી તો કોઈ નિષ્પક્ષ એજન્સી પાસે તપાસ કરાવો. બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે શું અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન થઈ શકે.
બપોરે તૃણુમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના આક્ષેપો સામે પ્રતિઆક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું કે, "અમિત શાહ બંગાળમાં બહારના ગુંડા લઈને આવ્યાં હતા. છાત્રોએ કાળા પોસ્ટર અને ઝંડા દેખાડ્યા. આ લોકતાંત્રિક વિરોધ હતો. ભાજપના લોકોએ પથ્થરો ફેંક્યા. કોલકાતા વિશ્વવિદ્યાલયના છાત્ર હતા, જ્યાંથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને શ્યામા ચરણ મુખર્જી જેવી હસ્તિઓના નામ જોડાયેલાં છે." બ્રાયને એક વીડિયો દેખાડ્યો અને કહ્યું કે અમે આ વીડિયોને પ્રમાણિત કરીએ છીએ. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભાજપના લોકોએ જ પથ્થર ફેંક્યા છે. અમે આ વીડિયો લઈને ચૂંટણી પંચની પાસે જઈશું.

અમે ક્યારેય મૂર્તિ ખંડિત નથી કરતા, તેનું સન્માન કરીએ છીએ- યોગીઃ યોગી આદિત્યનાથે બંગાળમાં એક સભામાં કહ્યું કે- TMCની સરકાર જેને આશરો આપે છે તે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને અમે પણ માનીએ છીએ, તેમનું સન્માન સમગ્ર ભારતના લોકો કરે છે. અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ, ક્યારેય મૂર્તિ ખંડિત નથી કરતા. જે ગુંડાઓનું તમે પાલન કર્યુ છે તેઓ દરેક ઠેકાણે જઈને મૂર્તિઓને ખંડિત કરે છે. તમારી ઉણપને છુપાવવા તમે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત કરવાનું કામ કર્યુ છે.

મમતાએ ટ્વિટર-ફેસબુક પર વિદ્યાસાગરની ડીપી લગાવીઃ મમતા બેનર્જી અને તૃણુમૂલ પાર્ટીના કેટલાંક નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલી નાખી છે. આ તમામે ટ્વિટર અને ફેસબુક પર ડીપીમાં ઈશ્વરચંદ વિદ્યાસાગરનો ફોટો લગાવ્યો છે. તો શાહના રોડ શોમાં હિંસા વિરૂદ્ધ ભાજપ કાર્યકર્તાઓએ દિલ્હીમાં મૌન પ્રદર્શન કર્યા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, વિજય ગોયલ અને જીતેન્દ્ર સિંહ હાજર રહ્યાં હતા.

મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો.

યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થયો હતો- શાહઃ શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણીમાં બંગાળ ઉપરાંત ક્યાંય પણ હિંસાની ઘટના નથી ઘટી. મમતા બેનર્જીનો આરોપ છે કે હિંસા ભાજપ કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે જ્યારે કે તમે માત્ર બંગાળની 42 સીટ પર જ ચૂંટણી લડી રહ્યાં છો. અન્ય કોઈ રાજ્યમાં હિંસાની ઘટના નથી ઘટતી, માત્ર બંગાળની 6 સીટ પર જ હિંસા થાય છે. ગઈકાલે પોલીસ મૂક દર્શક બની ઊભી હતી. અમારા કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવ્યા. વડાપ્રધાન સહિતના મારા અને અન્ય નેતાઓના પોસ્ટર્સ ફાડવામાં આવ્યા. આગચંપી, પથ્થરમારો અને બોટલની અંદર કેરોસીન નાખીને સળગાવવાના પ્રયાસો પણ કરાયાં. યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થઈ રહ્યો હતો.

TMCના કાર્યકર્તાઓએ મૂર્તિ તોડીઃ શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર જઈને વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી. અંદરથી તો ટીએમસીના કાર્યકર્તા પથ્થરમારો કરી રહ્યાં હતા. તેઓ જ દંડા લઈને આવ્યા હતા. ભાજપના કાર્યકર્તા તો બહાર હતા. વચ્ચે પોલીસ હતી. ટીએમસી કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી.

મમતાએ ભાજપ પર વિદ્યાસાગરજીની મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો હતોઃ મમતાએ કહ્યું કે, "ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારનાં લોકો છે. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ."

'હું બહારનો નથી ભાજપના પ્રચાર માટે આવ્યો હતો': મમતા દ્વારા આ બહારના લોકો છે તેવું જણાવાયું હતું જેના જવાબમાં શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ભારતનો જ હિસ્સો છે. મમતા મારા પર બહારના હોવાનો આરોપ કેમ લગાવી રહી છે? તેઓ પોતે પણ દિલ્હી આવે જાય છે. હું ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, તેથી કોલકાતામાં પાર્ટીના પ્રચાર માટે આવ્યો હતો.

આજે ચૂંટણી પંચને મળશે TMCનું પ્રતિનિધિમંડળઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને વડાપ્રધાન મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ભાજપ અહીં ઘણો જ રૂપિયો ખર્ચી રહ્યાં છે. ચૂંટણી પંચે તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણુમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ બુધવારે ચૂંટણી પંચને મળશે.

ભાજપની ચૂંટણી પંચને અપીલ- મમતાના પ્રચારને રોકોઃ ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શોમાં હિંસા પછી મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા. ભાજપે પંચને બંગાળના મામલા તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પણ ચૂંટણી થઈ શકે.

'મોદી હિટલરથી પણ ખતરનાક': મમતાએ એક રેલીમાં કહ્યું હતું કે મોદથી સાવધાન રહો. તેઓ હિટલરથી પણ ખતરનાક છે. જો તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. ભાજપ બંગાળના વોટર્સને આકર્ષવા માટે અહીં હવાલાથી પૈસા લાવી રહ્યાં છે. તેઓએ રાજ્યની મશીનરીને હાઈજેક કરી લીધી છે. કોલકાતામાં જ વોટર્સ વચ્ચે કરોડો રૂપિયા વ્હેંચવામાં આવ્યા છે. દરેક વોટર્સને તેઓ 5 હજાર રૂપિયા આપી રહ્યાં છે, આ ચૂંટણી છે કે મજાક.

મમતાનો આરોપ- ભાજપે હિંસાની યોજના બનાવીઃ મમતાએ હિંસાનો આરોપ ભાજપ પર લગાવ્યો. તેઓએ કહ્યું કે, "ભાજપે પહેલાંથી જ હિંસાની યોજના બનાવી હતી. તેઓએ બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કર્યો." પોલીસના જણાવ્યા મુજબ, "કોલકાતા યુનિવર્સિટીની સામે તૃણુમૂલ છાત્ર પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકર્તાઓએ શાહ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને કાળા ઝંડા ફરકાવ્યાં. સાથે જ તેમના કાફલા પર પથ્થરમારો કરાયો. જે બાદ ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તાઓમાં ઘર્ષણ થઈ ગયું. ભાજપ કાર્યકર્તાઓએ પણ હોસ્ટેલનો ગેટ બંધ કરી દીધો અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન કેટલાંક લોકોએ વિદ્યાસાગર કોલેજમાં લાગેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને પણ તોડી નાખી."

X
મમતા બેનર્જી સહિત TMC નેતાઓએ પોતાના ફેસબુક-ટ્વિટર  ડીપી પર વિદ્યાસાગરજીની તસવીર મૂકીમમતા બેનર્જી સહિત TMC નેતાઓએ પોતાના ફેસબુક-ટ્વિટર ડીપી પર વિદ્યાસાગરજીની તસવીર મૂકી
અમિત શાહ પર થયેલાં હુમલાના વિરોધમાં ભાજપના નેતાઓએ ધરણાં કર્યા હતાઅમિત શાહ પર થયેલાં હુમલાના વિરોધમાં ભાજપના નેતાઓએ ધરણાં કર્યા હતા
અમિત શાહના રોડ શો બાદ હિંસાઅમિત શાહના રોડ શો બાદ હિંસા
કેટલીક જગ્યાએ આગચંપી અને પથ્થરમારો પણ થયો હતોકેટલીક જગ્યાએ આગચંપી અને પથ્થરમારો પણ થયો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી