સુવિધા / વિઝાએ 'વન નેશન વન કાર્ડ' બહાર પાડ્યું, હવે બસ, ટ્રેન, મેટ્રો બધી જગ્યાએ આ એક જ કાર્ડ ચાલશે

divyabhaskar.com

May 15, 2019, 03:14 PM IST
Visa launches 'One Nation One Card', now bus, train, Metro will play this same card everywhere

યુટિલિટી ડેસ્કઃ વિશ્વભરમાં પેમેન્ટ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની વિઝાએ 'નેશનલ કોમન મોબિલિટી કાર્ડ' (NCMC) લોન્ચ કર્યું છે. આ કાર્ડથી તમે દેશના બધાં મહાનગરોમાં મેટ્રો રેલ, લોકલ બસ, ટોલ પ્લાઝા અને ઓટો ટેક્સી જેવા જાહેર પરિવહનનાં તમામ માધ્યમોના ભાડા ચૂકવવા સમર્થ હશો. આ કાર્ડ આવવાથી હવે દરેક જગ્યાએ ચૂકવણી માટે અલગ-અલગ કાર્ડ રાખવાની ઝંઝટ રહેશે નહીં.


લેસ કેશ સોસાયટી બનાવવામાં મદદ મળશે
વિઝામાં ભારત અને દક્ષિણ એશિયાના ગ્રુપ કન્ટ્રી મેનેજર ટી.આર રામરામચંદ્રને જણાવ્યું કે, 'આ કાર્ડથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. તેમજ દેશમાં પબ્લિક ટ્રાન્ઝિટ સિસ્ટની ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ કોન્ટેક્ટલેસ કાર્ડ દ્વારા અમે સરકારના એ ધ્યેયને સાકાર કરવામાં મદદ કરીશું, જેમાં લોકોને દરેક ટ્રાન્ઝિટ પેમેન્ટ માટે એક જ કાર્ડ આપવાનું લક્ષ્ય છે. અમે દેશને લેસ કેશ સોસાયટી બનાવવાની દિશા તરફ મહત્ત્વની કડી સાબિત થઈશું.'


ટ્રાન્ઝિટ વેન્યૂ પર ઓફલાઇન પ્રયોગ માટે એક કાર્ડ બેલેન્સ આપવામાં આવશે
મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, વિઝા NCMC કાર્ડમાં ટેપિંગ દ્વારા કોન્ટેક્ટલેસ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. તેમાં કોઈ ટ્રાન્ઝિટ વેન્યૂ પર ઓફલાઇન પ્રયોગ માટે એક કાર્ડ બેલેન્સ આપવામાં આવશે. કાર્ડ હોલ્ડર પોતાનો ટ્રાન્ઝિટ પાસ પણ આ કાર્ડમાં સ્ટોર કરીને રાખી શકશે. કાર્ડમાં વિવિધ પ્રકારે ઓફલાઇન બેલેન્સ પણ રાખી શકાશે.


દેશભરમાંથી આ ઝુંબેશમાં જોડાનારા તમામ જાહેર સેવા ઓપરેટર્સ વિઝા NCMC કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારશે. આ કાર્ડને શક્ય એટલું ઝડપથી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, 'વન નેશન વન કાર્ડ'ની સ્વીકૃતિ વધારવા માટે વિઝા સરકારી બેંકો અને પીઈટીઓ સાથે મળીને કામ કરવાની દિશામાં પ્રયાસ કરી રહી છે.


ટિકિટ માટે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે
આ કાર્ડ સ્માર્ટ કાર્ડની જેમ ડેબિટ-ક્રેડિટ કાર્ડ જેવું હશે. દિલ્હીની મેટ્રોમાં આ પ્રકારનું જ કાર્ડ ચાલે છે, જેને તમે રિચાર્જ કરાવી મેટ્રોમાં મુસાફરી કરી શકો છો.
આ કાર્ડ આવવાથી તમારે ટિકિટની લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. તમે સીધી મેટ્રો અથવા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનમાં એન્ટ્રી લઈ શકશો.

X
Visa launches 'One Nation One Card', now bus, train, Metro will play this same card everywhere
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી