ઓનલાઇન પ્રોસેસ / 6 સરળ સ્ટેપથી ઘેરબેઠાં આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરો

divyabhaskar.com

May 16, 2019, 06:29 PM IST
Update the mobile number on the base card only at 6 easy steps

યુટિલિટી ડેસ્કઃ અત્યારે કોઇપણ કામ હોય આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ લગભગ ફરજીયાત બની ગયું છે. તે જ રીતે મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. પરંતુ આધાર કાર્ડમાં એડ્રેસ જેવી વિગત ચેન્જ કરવાની પણ જરૂર પડતી હોય છે. આ સ્થિતિમાં આધાર સેવા કેન્દ્ર પર જવાની જરૂર નથી. બલકે આપ એડ્રેસ જેવી વિગતો ઘેરબેઠાં ઓનલાઈન જ અપડેટ કરી શકો છો. નીચેના સ્ટેપ્સને અનુસરીને આપ આ સુધારો કરી શકો છો.

સ્ટેપઃ1
સૌપ્રથમ https://resident.uidai.gov.in વેબસાઇટ પર જઇને સૌથી ઉપરના મેન્યૂમાં ત્રીજા નંબરે લખેલા aadhar update પર ક્લિક કરો.

સ્ટેપઃ2
આધાર અપડેટ પર ક્લિક કરતાં જે પેજ ઓપન થાય તેમાં નીચેની તરફ Request For aadhar updateની નીચે update aadhar detalils online લખેલું હશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપઃ3
આ સાથે જ ‘આધાર સેલ્ફ સર્વિસ પોર્ટલ’ (ssup.uidai.gov.in/ssup/) નામનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંથી એડ્રેસ અપડેટ કરવા માટે આપને માન્ય રહેઠાણના પુરાવાની જરૂર પડશે. આ પેજ પર ‘લિસ્ટ ઓફ વેલિડ ડોક્યુમેન્ટ્સ ફોર એડ્રેસ અપડેટ’ પર ક્લિક કરતાં જ રહેઠાણના માન્ય પુરાવા તરીકે ચાલે તેવા દસ્તાવેજોની યાદી હાજર થઈ જશે. તેમાં સામેલ કોઈપણ ડોક્યુમેન્ટની સોફ્ટ (સ્કેન કરેલી) કોપી હાથવગી (ક્લિકવગી) રાખો. ત્યારબાદ ‘પ્રોસીડ ટુ અપડેટ એડ્રેસ’ પર ક્લિક કરીને આગળ વધો.

જો આપની પાસે રહેઠાણના માન્ય પુરાવાઓ પૈકી એક પણ દસ્તાવેજી પુરાવો હાથવગો ન હોય, તો આ જ પેજ પર નીચે ‘રિક્વેસ્ટ ફોર એડ્રેસ વેલિડેશન લેટર’નો વિકલ્પ આપેલો છે. તેના પર ક્લિક કરીને ચાર તબક્કામાં તે પ્રોસેસ પૂરી કરવાની રહેશે.

સ્ટેપઃ4

આ પેજ પર માગેલી જગ્યાએ 12 આંકડાનો આધાર નંબર એન્ટર કરો. નીચે આપેલા ‘કેપ્ચા’ તરીકે ઓળખાતા અંગ્રેજીના પાંચેક મૂળાક્ષરો જોઈને એન્ટર કરો. આ સાથે જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. તે આ પેજ પર માગેલી જગ્યાએ એન્ટર કરો.

સ્ટેપ-5

ત્યાર પછી ખૂલતા પેજ પર પુરાવા સાથે અથવા તો પુરાવા વિના બેમાંથી જે વિકલ્પ દ્વારા એડ્રેસ અપડેટ કરવા માગતા હો, તે વિકલ્પ પર ક્લિક કરો અને ઓપન થતા ફોર્મમાં નવા અપડેટેડ સરનામાની તમામ વિગતો ભરો.

સ્ટેપ-6

તમામ વિગતો ‘પ્રિવ્યૂ’ કર્યા બાદ ત્યાર પછીના સ્ટેપ પર જાઓ અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરો.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપ કોઈપણ તબક્કે બૅક એટલે કે પાછળના પેજ પર જઈ શકશો નહીં. એટલે તમામ વિગતો અત્યંત કાળજીપૂર્વક ભરશો.

X
Update the mobile number on the base card only at 6 easy steps
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી