રાહત / આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરના દર્દીઓને સરળતાથી સારવાર મળશે, નિયમોમાં ફેરફાર થશે

Under the Ayushmann Bharat Scheme, cancer patients will be treated easily, rules will change

divyabhaskar.com

May 26, 2019, 10:44 AM IST

યુટિલિટી ડેસ્કઃ કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ કેન્સરના દર્દીઓની સારવાર હવે સરળ બની જશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) અને નેશનલ કેન્સર ગ્રીડ (NCG)એ કેન્સરથી પિડાતા દર્દીઓને લાભ મળે એ માટે નિયમોમાં એકરૂપતા લાવવાનો કરાર કર્યો છે. NCG દ્વારા દેશભરના કેન્સર કેન્દ્રો, સંશોધન સંસ્થાઓ, દર્દી જૂથો અને સહાયતા સંસ્થાઓનું એક નેટવર્ક તૈયાર કરવાની ભારત સરકારની ઝુંબેશ છે. NCG અને NHA આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્સરની સારવાર સેવાઓની ડિલિવરી માટે સંયુક્ત પ્રયાસોને માન્યતા આપે છે.


ઉદ્દેશ શું છે?
આ યોજના માટે આવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ કરારના મુખ્ય હેતુઓમાં કેન્સરની સારવારના સમાન ધોરણો વિકસાવવા, રોગની ઓળખ કરવી, સારવાર કરવી અને કેન્સર ઉપચારમાં વિશિષ્ટ તાલીમ અને શિક્ષણ આપવું વગેરેનો સમાવેશ થાય છે.


નવી દિલ્હીમાં તાજેતરમાં કેન્સરની સારવારમાં સુધારા લાવવા માટે નવી ભાગીદારી અંગે NCG અને NHA અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.


ખામીઓ દૂર કરશે
NCG અને NHA સંયુક્ત રીતે કેન્સરની સારવાર માટે પેકેજ, સર્વિસિંગની કિંમત અને ટ્રીટમેન્ટનાં સ્ટાન્ડર્ડ પર મળીને સમીક્ષા કરશે. આ ઉપરાંત, કેન્સરની સારવાર સંબંધિત ખામીઓ દૂર કરવામાં આવશે.


આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સીઈઓ ડો. ઈન્દુ ભુષણે આ નવા કરાર વિશે કહ્યું કે, 'અમે નેશનલ કેન્સર ગ્રિડ સાથે ભાગીદારી કરીને ઉત્સાહિત છીએ અને યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી કેન્સરની સેવાઓ વિસ્તૃત કરવા માટે તેમનાં સલાહ-સૂચનોનું સ્વાગત કરીએ છીએ.'

X
Under the Ayushmann Bharat Scheme, cancer patients will be treated easily, rules will change
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી