રોડ શો / આજે પ્રિયંકા ગાંધી વારાણસીમાં રોડ શો કરશે; કોંગ્રેસે કાશી માટે અલગથી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

DivyaBhaskar.com

May 15, 2019, 10:48 AM IST
Today Priyanka Gandhi will be supporting Varanasi roadshow in support of Ajay Rai; Congress announces separate election manifesto for Kashi

 • પ્રિયંકા ગાંધી વાડ્રાનો રોડ શો BHUના ગેટ પર મદન માલવીયની પ્રતિમાથી શરૂ થશે
 • વારાણસી સંસદીય સીટ માટે મંગળવારે કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરાથી અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો
 • વચન પત્ર નામ આપી મેટ્રો અને AIIMSની વાત 

વારાણસીઃ લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કો જ બાકી છે. સાતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર 19 મેનાં રોજ વોટિંગ થશે. જે સીટ પર વોટિંગ છે તેમાં વડાપ્રધાન મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે બનારસ પહોંચશે અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શો કરશે.

BHUથી શરૂ થશે પ્રિયંકાનો રોડ શોઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો રોડ શો બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના ગેટ પર મદન માલવીયની પ્રતિમાથી શરૂ થશે જે દશાશ્વમેઘ ઘાટ પર પૂરો થશે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે પ્રિયંકાના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે વ્યાપક યોજના બનાવવામાં આવી છે. પ્રિયંકા રોડ શો બાદ કાશી વિશ્વનાથ મંદિર અને કોતવાલી વિસ્તાર સ્થિત કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. મોદીએ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં 25 એપ્રિલે વારાણસીમાં આ જગ્યાએથી જ રોડ શો શરૂ કર્યો હતો અને પૂરો પણ દશાશ્વમેઘ ઘાટ પર જ કર્યો હતો.

વારાણસી માટે કોંગ્રેસનું અલગ ચૂંટણી ઢંઢેરોઃ વારાણસી સંસદીય સીટ માટે મંગળવારે કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરાથી અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સમયે રાષ્ટ્રીય પ્રવક્તા પંખુડી પાઠક અને વારાણસીના ઉમેદવાર અજય રાય ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસ તરફથી વારાણસી માટે અલગ જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢારને વચન પત્ર નામ આપ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરતા પંખુડી પાઠકે કહ્યું હતું કે, ભાજપ હંમેશાથી મેનિફેસ્ટો બહાર પાડે છે પરંતુ કદી વચનોને પૂરાં કર્યા નથી. અજય રાય કાશીના પુત્ર છે અને તમારા નેતા છે ત્યારે તેઓ વાયદાઓને પણ પૂર્ણ કરી શકશે. તેથી જ કોંગ્રેસે વારાણસી માટે અલગથી વચન પત્ર જાહેર કર્યું છે.

વારાણસીના ચૂંટણી ઢંઢેરામાં કેટલાંક મહત્વના વાયદાઓઃ

 • વિશ્વનાથ કોરિડોર યોજના માટે તોડવામાં આવેલાં પૌરાણિક મંદિરોને પુર્નસ્થાપિત કરાશે.
 • ગંગાને સ્વચ્છ કરવાની યોજનાને સમયસર પૂર્ણ કરાશે.
 • સાઈબર પ્રોદ્યોગિક ટાઉનશિપનો વિકાસ કરાશે.
 • વારાણસીમાં AAIMS જેવી નહીં પણ સંપૂર્ણ AAIMSના નિર્માણની માગ પૂરી કરાશે.
 • કાશીના પર્યટન ઉદ્યોગને વધુ વિકસિત કરાશે.
 • સાહિત્ય પરંપરાના સંવર્ધન માટે કેન્દ્રીય સાહિત્ય શોધ સંસ્થાનની સ્થાપના
 • મેટ્રો રેલ પ્રોજેક્ટનો વિકાસ
X
Today Priyanka Gandhi will be supporting Varanasi roadshow in support of Ajay Rai; Congress announces separate election manifesto for Kashi
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી