સુવિધા / મોબાઇલ પર જ ચેક કરી શકાશે ટ્રેનના કયા કોચમાં સીટ ખાલી છે, ટીટીઈ પાસે ધક્કા ખાવાની જરૂર નથી

divyabhaskar.com

May 13, 2019, 12:30 PM IST
Tickets can be checked only on mobile, in which coach of the train is vacant, TTE does not have to scrape

 • રિઝર્વેશન ચાર્ટ ઓનલાઇન કરવાની વ્યવસ્થા રેલવે શરૂ કરી ચૂક્યું છે
 • ખાલી સીટ તમે જાતે બુક કરી શકો, ટીટીઈની જરૂર નથી
   

યુટિલિટી ડેસ્કઃ રેલવેએ રિઝર્વેશન ચાર્ટની સુવિધા ઓનલાઇન કરી દીધી છે. હવે તમે તમારા મોબાઇલ પર જ એ શોધી શકો છો કે ટ્રેનમાં કયા કોચમાં કઈ સીટ ખાલી છે. અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ બન્યા પછી ખાલી સીટની જાણકારી રિઝર્વેશન કાઉન્ટર પરથી જ જાણી શકાતી હતી. પરંતુ હવે આ કામ મોબાઇલ પર જ કરી શકાશે. તેનો બીજો મોટો ફાયદો એ રહેશે કે તમારે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) પાસે ખાલી સીટની જાણકારી લેવા ધક્કા ખાવા નહીં પડે. મુસાફરોને મોબાઇલ પર એ વિશે પણ જાણકારી મળી જશે કે કયા કોચમાં કઈ બર્થ ખાલી છે. તમે ઓનલાઇન જ તમારી મનપસંદ સીટ બુક કરી શકશો.


આ સુવિધાનો લાભ આ રીતે ઉઠાવો

 • ગૂગલ પર IRCTC રિઝર્વેશન ચાર્ટ લખીને સર્ચ કરો.
 • હવે રિઝર્વેશન ચાર્ટ, ટ્રેન અને બોર્ડિંગ સ્ટેશનની જાણકારી નાખો.
 • જાણકારી ભરીને ગેટ ટ્રેન ચાર્ટના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને ખાલી સીટની વિગતો મળી જશે.
 • ત્યારબાદ તમે અહીંથી જ ખાલી સીટ બુક કરી શકો છો.
 • આ ટિકિટ સામાન્ય ટિકિટની સરખામણીએ 10 ટકા ઓછા દર પર ઉપલબ્ધ હશે.
 • આ સુવિધાનો ઉપયોગ રિઝર્વેશન ચાર્ટ બન્યા પછી જ કરી શકાય છે.
X
Tickets can be checked only on mobile, in which coach of the train is vacant, TTE does not have to scrape
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી