નોકરીની તક / ધોરણ 10 પાસ ઉમેદવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે અરજી કરી શકશે, 5 જૂનથી ફોર્મ ભરી શકાશે

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો
X
ફાઇલ ફોટોફાઇલ ફોટો

divyabhaskar.com

May 16, 2019, 12:28 PM IST

યૂટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના નેવિક (ડોમેસ્ટિક બ્રાંચ) ના પદ માટે સરકારે ભરતીની જાહેરાત કરી છે. જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી નોકરીની શોધ કરી રહ્યાં હોય તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે અરજી કરતાં  પહેલા તેના વિશે પદની યોગ્યતા, અભ્યાસ, અરજી ભરવાની તારીખ, પરીક્ષાની તારીખ વગેરે વિશેની માહિતી નીચે મુજબ છે. 

અરજી કરવા માટેની જરૂરી માહિતી

અરજદારની શૈક્ષણિક લાયકાત 10 ધોરણ પાસ
વય મર્યાદા 18થી 22 વર્ષ
અરજી કરવાની તારીખ 5 જૂન 2019થી શરૂ
અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2019
લેખિત પરીક્ષા જૂન-જુલાઇની વચ્ચે
અંદાજીત પગાર મહિને રૂ.21,700 
ફી અરજી માટે કોઇ ફી નથી
2. ઉમેદવારની કેવી રીતે થશે?

ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણના આધારે કરવામાં આવશે.

3. કેવી રીતે અરજી કરશો?

અરજી કરવા ઇચ્છતા ઉમેદવાર કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.joinindiancoastguard.gov.in પર જઇને ફોર્મ ભરી શકશે. તથા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીને લગતી અન્ય જાણકારી મેળવી શકશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી