રાહત / સરકાર સસ્તાં AC વેચશે, ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર હોમ ડિલિવરી થશે

divyabhaskar.com

May 14, 2019, 12:53 PM IST
The government will sell cheap AC, home deliveries will be available within 24 hours of online booking

યુટિલિટી ડેસ્કઃ દરેક વ્યક્તિ ઊનાળામાં ACની ઠંડી હવા ખાવા માગે છે. પરંતુ મોંઘા દરના કારણે AC ખરીદવાનું દરેકનું સપનું પૂરું થતું નથી. જોકે, હવે સરકાર સસ્તા AC માર્કેટમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ માટે સરકાર બજારના દરથી 15% સુધી સસ્તું અને બ્રાન્ડેડ AC ખરીદવાની તક આપશે. આ AC સરકારી કંપની એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ (EESL) લોન્ચ કરશે. આ ACની કિંમત બજેટ રેન્જની તો હશે જ પણ સાથે આ AC ઓછી વીજળીનો ઉપયોગ કરશે.


ઘેરબેઠાં ખરીદી શકાશે
આ AC તમે ઘેરબેઠાં એક ક્લિક કરીને ખરીદી શકો છો અને ઈચ્છો તો એક્સ્ચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. આ નવું AC તમારા જૂનાં AC સાથે પણ બદલી શકાય છે. આનાથી તમારા વીજળી બિલમાં પણ આશરે 35થી 40 ટકાનો ઘટાડો થશે.
સરકાર આ સુવિધા આવનારા દોઢ મહિનામાં આપવાની છે. સરકારે ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર તમારા ઘરમાં AC ઇન્સ્ટોલ કરવાની ખાતરી આપી છે. આ માટે સરકારી કંપની EESL જુલાઈથી સામાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે.
ગ્રાહકોને જુલાઈ સુધી સસ્તાં AC મળવાનું શરૂ થઈ જશે. કંપનીએ આગામી વર્ષ સુધીમાં 2 લાખ લોકોને AC વેચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ AC એ જ ગ્રાહકો ખરીદી શકશે જેમના નામ પર વીજળીનું કનેક્શન હશે.


અગાઉ પણ સસ્તી કિંમતમાં અનેક ઉપકરણ ઉપલબ્ધ કરાયાં છે
EESL એ જ કંપની છે, જેણે અગાઉ દેશના ઘણાં ઘરોમાં સસ્તા LED બલ્બ અને ટ્યુબ લાઇટ પ્રદાન કરી છે. હવે કંપનીનો ધ્યેય દરેક ઘરમાં સસ્તું AC પહોંચાડવાનો છે. આ કંપનીએ સસ્તી ટ્યુબલાઇટ અને પંખા વેચવાનું કામ વીજળી આપનારી કંપની Discom સાથે મળીને કર્યું હતું.

X
The government will sell cheap AC, home deliveries will be available within 24 hours of online booking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી