આદેશ / ચૂંટણી પંચે ટ્વિટર પરથી એક્ઝિટ પોલ અંગેની તમામ પોસ્ટ હટાવવાનું કહ્યું

DivyaBhaskar.com

May 16, 2019, 08:51 AM IST
The Election Commission asked to remove all posts about exit polls from Twitter

  • ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા મુજબ- એક મામલો સામે આવ્યો હતો જેને યુઝરે જ હટાવ્યો
  • નિયમ મુજબ- પૂર્ણ ચૂંટણી થયાને અડધાં કલાક સુધી કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલ ન દેખાડી શકાય

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ટ્વિટરમાંથી એક્ઝિટ પોલ અંગેની તમામ ટ્વીટ હટાવવાના આદેશ આપ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે આ સંબંધે કેટલીક ફરિયાદો મળી હતી. જે બાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, "ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ જાહેર નથી કરાયો. અમારી સામે માત્ર એક મામલો આવ્યો હતો જેને યુઝરે જ હટાવી દીધો હતો." તેના એક દિવસ પહેલાં 3 મીડિયા હાઉસને કારણ જણાવો નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી. આરોપ હતો કે આ મીડિયા હાઉસે લોકસભા ચૂંટણીના અનુમાનિત પરિણામોને લઈને એક સર્વેને પ્રકાશિત કર્યો હતો.

આ છે નિયમઃ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટની ધારા 126 એ મુજબ- કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે. ચૂંટણીનો સમય પહેલાં દિવસના વોટિંગથી શરૂ થઈને અંતિમ દિવસના મતદાનના અડધા કલાક સુધી માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રકાશનની મંજૂરી નથી હોતી.
જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધી જેલ જવું પડી શકે છે. સાથે જ દંડ કે જેલ બંને કે બેમાંથી એક સજા મળી શકે છે. લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેનાં રોજ યોજાશે.

X
The Election Commission asked to remove all posts about exit polls from Twitter
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી