પુસ્તકમાં દાવો / માતોશ્રીમાં બ્લાસ્ટનું કાવતરું રચાયું હતું, ઠાકરેએ ખુદ પરિવારને બંગલો છોડવાનું કહ્યું હતું

divyabhaskar.com

May 16, 2019, 10:54 AM IST
terrorists planned to bomb Bal Thackeray house Matoshree in 1989

 • નારાયણ રાણેએ પોતાના પુસ્તક નો હોલ્ડ્સ બેઅર્ડઃ માય ઇયર ઇન પોલિટિક્સમાં દાવો કર્યો 
 • રાણેના દાવા મુજબ, બાલ ઠાકરે ખાલિસ્તાની આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હતા

નવી દિલ્હીઃ શિવસેનાના પૂર્વ નેતા નારાયણ રાણેએ 'નો હોલ્ડ્સ બેઅર્ડઃ માય ઇયર ઇન પોલિટિક્સ' પુસ્તક લખ્યું છે. જેમાં તેઓએ એવો દાવો કર્યો છે કે, એક સમય એવો પણ આવ્યો, જ્યારે માતોશ્રી પર બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું. આ સાંભળીને ખુદ બાલ ઠાકરેએ પરિવારજનોને માતોશ્રી છોડીને કોઇ સુરક્ષિત સ્થળે જવાનું કહ્યું હતું. રાણે અનુસાર, ખાલિસ્તાની આતંકીઓએ 1989માં માતોશ્રી પર બ્લાસ્ટની યોજના બનાવી હતી.

શિવસેનાના લોકો કાવતરાંમાં સામેલઃ તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવાર હતા. તેઓએ ખુદ ઠાકરેને નાના દીકરા ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને હુમલાના કાવતરાં અંગે જાણકારી આપી હતી. હાલમાં ભાજપ તરફથી રાજ્યસભામાં સાંસદ રાણેએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે, બાલ ઠાકરે તે સમયે ખાલિસ્તાની આતંકીઓના હિટ લિસ્ટમાં હતા. રાણે અનુસાર, 19 માર્ચ 1988ના બાલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ પ્રશ્નાવલી વહેંચી. જેનો ઉદ્દેશ્ય આતંકીઓનો સહયોગ કરનારા શીખ સમુદાયના લોકો અંગે જાણકારી મેળવવાનો હતો.
બાલ ઠાકરેએ મુંબઇમાં એવી જાહેરાત કરી હતી કે જો શીખ સમુદાયના લોકો આ પ્રકારે આતંકીઓને સહયોગ કરતા રહ્યા તો હું એ સુનિશ્ચિત કરીશ કે સામાજિક અને આર્થિક રીતે આવા લોકોનો બહિષ્કાર કરવામાં આવે. 1989માં શિવસેના મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હારી હતી. ઠાકરેની સ્થિતિ કમજોર હતી, પ્રદેશની સુરક્ષા કોંગ્રેસના નિયંત્રણમાં હતી.
તે સમયે ઉદ્ધવના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી શરદ પવારે તેઓને ફોન કરીને એકલા જ મળવા બોલાવ્યા હતા. શરદ પવાર અને બાલ ઠાકરેના સંબંધો સારા હતા. તેથી તેઓએ આ સુચના ઉદ્ધવને આપી હતી. ત્યારબાદ માતોશ્રી પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

X
terrorists planned to bomb Bal Thackeray house Matoshree in 1989
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી