અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદી હુમલો, NPP ધારાસભ્ય સહિત 11ના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી
  • નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ પર આ હત્યાકાંડનો આરોપ લગાવાયો

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટના નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ધારાસભ્ય તિરોંગ અબોહ અને તેમના પુત્ર સહિત 11 લોકોની હત્યા કરવામાં આવી છે. નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન)ના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ છે.
તિરપ જિલ્લાના ડેપ્યુટી કમિશનર પીએન થુંગોને કહ્યું કે- તિરોંગ પોતાના વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યાં હતા. તેમના કાફલા પર બોગાપાની ગામની પાસે સવારે લગભગ 11-30 વાગ્યે તેમના વાહન પર સંદિગ્ધોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

આ ઘટના વિશે મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરીને દુખ જાહેર કરતાં કહ્યું છે કે, એનપીપી આ ઘટનાથી ખૂબ આઘાતમાં છે અને એ સાંભળીને ખૂબ દુખી છે કે, આ હુમલામાં ધારાસભ્ય તિરંગ અબો અબોહનું મોત થયું છે. ધારાસભ્ય પર થયેલા આ હુમલાની ખૂબ નિંદા કરુ છું. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જૂએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, હું અરુણાચલમાં એમએલએ તિરોંગ ઓબોહ, તેમના પરિવાર સહિત 7 લોકોની નિર્મમ હત્યાથી ખૂબ દુખી છું. હુમલો કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

એનપીપી અધ્યક્ષે ગૃહ મંત્રાલયને હસ્તક્ષેપની અપીલ કરીઃ મેઘાલયના મુખ્યમંત્રી અને એનપીપી અધ્યક્ષ કોનરાડ સંગમાએ આ હુમલાની નિંદા કરી છે. તેઓએ વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી રાજનાથ સિંહને આ મામલે  હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. સંગમાએ કહ્યું કે- અમે તિરોંગ અને તેમના પરિવારની હત્યાથી પરેશાન છીએ. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. મોદીજી અને રાજનાથજી આ મામલે કોઈ એકશન લે.