બેંકિંગ / SBI આપે છે ખાસ સેવિંગ અકાઉન્ટની સુવિધા, અહીં FD જેટલું જ વ્યાજ અને સુવિધા મળે છે

divyabhaskar.com

May 13, 2019, 12:32 PM IST
SBI offers a special savings account facility, as well as the interest and convenience of the FD

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દેશની સૌથી મોટી બેંક છે. એટલે જ આ બેંક ગ્રાહકોને આકર્ષિત કરવા વિવિધ પ્રકારના અકાઉન્ટ્સ ખોલવાની સુવિધા આપે છે. જેમાં પૈસાની બચત સાથે નાણાં વધારવાનો વિકલ્પ મળે છે. SBIનું સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ પણ આ અકાઉન્ટ્સમાંનું એક છે, જે મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ (MOD) સાથે લિંક હોય છે. તેમાં સરપ્લસ અમાઉન્ટ એક નિયત મર્યાદાથી વધુ હોવાથી આપોઆપ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં ટ્રાન્સફર થઈ જાય છે. તો ચાલો SBI સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ વિશે વધુ જાણીએ.


આ અકાઉન્ટ કોણ ખોલી શકે?
જે વ્યક્તિ આ બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલવા માટે યોગ્ય હોય તે દરેક વ્યક્તિ SBI સેવિંગ્સ પ્લસ અકાઉન્ટ ખોલી શકે છે. આ અકાઉન્ટ સિંગલ અથવા જોઇન્ટ તરીકે ખોલી શકાય છે.


મિનિમમ બેલેન્સ કેટલું રાખવું પડે?
આ અકાઉન્ટમાં મન્થલી એવરેજ બેલેન્સ (MAB) રાખવું ફરજિયાત છે. આ માટે મેટ્રો શહેરમાં 3000 રૂપિયા, અરબ્ન વિસ્તારમાં 3000 રૂપિયા, સેમી-અર્બન એરિયામાં 2000 રૂપિયા અને રૂરલ ક્ષેત્રોમાં 1000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સેવિંગ પ્લસ અકાઉન્ટમાં SBIના બચત ખાતા સમાન જ વ્યાજ મળે છે.


કેટલી રકમ ટ્રાન્સફર થશે?
સેવિંગ્સ પ્લસ અકાઉન્ટમાં 25,000 રૂપિયા ઉપરની રમક ફિક્સ્ડ ડિપોઝિટમાં ટ્રાન્સફર થઈ જાય છે, જે ન્યુનતમ 10,000 રૂપિયા હોય છે. તેમજ આ રકમ 1000 રૂપિયાના ગુણાકારમાં હોય છે. તેનો અર્થ એ થયો કે મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ અકાઉન્ટમાં ટ્રાન્સફર માટે મિનિમમ થ્રેશોલ્ડ લિમિટ 35,000 રૂપિયાની છે.


અન્ય આ સુવિધાઓ મળે છે
સેવિંગ બેંક અકાઉન્ટ હોલ્ડર્સને આપવામાં આવતી દરેક સુવિધા જેમ કે એટીએમ કાર્ડ, મોબાઇલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને એસએમએસ અલર્ટ જેવી સુવિધાઓ પણ SBIના સેવિંગ્સ પ્લસ અકાઉન્ટમાં મળે છે. જ્યારે મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.

X
SBI offers a special savings account facility, as well as the interest and convenience of the FD
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી